________________
આર્જવ, શૌચ, સત્ય, સંયમ
૩૬૩ (i) પારિણામિકી - પૂર્વાપરના અનુભવથી અથવા વયના પરિપાક વગેરેથી ઉત્પન્ન થતી બુદ્ધિ તે પારિણામિકી બુદ્ધિ. દા.ત. અભયકુમારની બુદ્ધિ.
(૬) શ્રતમદ - શ્રુત એટલે ભગવાને કહેલ આગમ. તે ભણ્યા પછી તેનું માન કરે તે શ્રતમદ.
(૭) લાભમદ - રાજા, મિત્ર, નોકર, સ્વજનો વગેરે પાસેથી સત્કારસન્માન વગેરે વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થવી તે લાભ. લાભનું માન તે લાભમદ.
(૮) વીર્યમદ - વીઆંતરાય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતું બળ તે વીર્ય. તેનું માન તે વીર્યમદ.
આ આઠ મદસ્થાનોનો નિગ્રહ કરવો તે માર્દવ.
૩) આર્જવ - આર્જવ એટલે માયાનો અભાવ, સરળતા, ભાવની વિશુદ્ધિ, વિસંવાદનો અભાવ.
૪) શૌચ - શૌચ એટલે લોભનો અભાવ.
૫) સત્ય - કઠોરતા વિનાનું, ચાડી નહીં ખાનારું, અસભ્યતા વિનાનું, ચપળતા વિનાનું, સંદેહ વિનાનું, સ્પષ્ટ, ઉદારતાવાળું, ગામળીયું નહીં, વિવક્ષિત પદાર્થને કહેનારું, લંબાણ વિનાનું, રાગ-દ્વેષ વિનાનું, સૂત્રના માર્ગને અનુસારી અર્થવાળુ, પ્રસ્તુત અર્થવાળુ, માયારહિત, દેશ-કાળને ઉચિત, નિરવદ્ય, જિનશાસનમાં અનુજ્ઞા અપાયેલ, પ્રયત્નપૂર્વકનું, પરિમિત એવું – યાચના કરવાનું, પૂછવાનું, જવાબ આપવાનું વગેરે વચન તે સત્ય.
૬) સંયમ - મન-વચન-કાયાના યોગોનો નિગ્રહ કરવો તે સંયમ. તેના ૧૭ ભેદ છે –