________________
૩૬૨
માર્દવ, આઠ પ્રકારના મદ
(૪) પોતાના કર્મના ઉદયને વિચારવો.
‘સામી વ્યક્તિ જે પ્રતિકૂળ વર્તે છે તેમાં તે તો માત્ર નિમિત્ત છે, ખરો દોષ તો મારા કર્મોનો છે.’ આમ વિચારી ક્ષમા રાખવી.
(૫) ક્ષમાના ગુણો વિચારવા.
સ્વસ્થતા, ક્રોધ નિમિત્તક કર્મબંધ અને પ્રાયશ્ચિત્તનો અભાવ, સમાધિ, પ્રસન્નતા વગેરે ક્ષમાના ગુણો વિચારી ક્ષમા રાખવી.
૨) માર્દવ - માર્દવ એટલે મૃદુતા, નમ્રતા, માનનો અભાવ, પૂજ્યો આવે ત્યારે ઊભા થવું - આસન આપવું - અંજિલ જોડવી વગેરે. માનના ૮ સ્થાન છે.
(૧) જાતિમદ - પિતાનો વંશ તે જાતિ. તેનું માન તે જાતિમદ. (૨) કુળમદ - માતાનો વંશ તે કુળ. તેનું માન તે કુળમદ.
(૩) રૂપમદ - સારા રૂપનું માન તે રૂપમદ.
(૪) ઐશ્વર્યમદ - ધન-ધાન્ય વગેરેની સંપત્તિ તે ઐશ્વર્ય. તેનું માન તે ઐશ્વર્યમદ.
(૫) વિજ્ઞાનમદ - ૪ પ્રકારની બુદ્ધિનું માન તે વિજ્ઞાનમદ. બુદ્ધિના ચાર પ્રકાર છે
(i) ઔત્પાતિકી - પૂર્વે ક્યારેય નહીં જોયેલી, નહીં સાંભળેલી વસ્તુ વિષે કાર્યપ્રસંગે સ્વાભાવિક રીતે એકાએક ઉત્પન્ન થતી બુદ્ધિ તે ઔત્પાતિકી બુદ્ધિ. દા.ત. રોહકની બુદ્ધિ.
-
(ii) વૈયિકી - ગુરુ વગેરેનો વિનય કરીને ઉત્પન્ન થતી બુદ્ધિ તે વૈનયિકી બુદ્ધિ.
(iii) કાર્મિકી - કાર્ય કરતા કરતા ઉત્પન્ન થતી બુદ્ધિ તે કાર્મિકી
બુદ્ધિ.