________________
સંયમના ૧૭ પ્રકાર
૩૬૫
(૮) ચઉરિન્દ્રિયસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી ચઉરિન્દ્રિય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે ચઉરિન્દ્રિયસંયમ.
(૯) પંચેન્દ્રિયસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણ-અનુમોદન ભેદથી પંચેન્દ્રિય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે પંચેન્દ્રિયસંયમ.
(૧૦) પ્રેક્ષ્યસંયમ - ચક્ષુથી બીજ, જંતુ, વનસ્પતિ રહિત ભૂમિ જોઈને પછી ઊભા રહેવું, બેસવું, સૂવું વગેરે તે પ્રેક્ષ્મસંયમ.
(૧૧) ઉપેશ્યસંયમ - સાધુઓને શાસ્ત્રમાં કહેલ ક્રિયાઓમાં પ્રવર્તાવવા અને પોતાની (સંસારની) ક્રિયાઓમાં નહીં પ્રવર્તતા ગૃહસ્થો પ્રત્યે ઉદાસીનતા રાખવી તે ઉપેક્ષ્યસંયમ.
(૧૨) અપહત્યસંયમ - નિરુપયોગી વસ્ત્ર, અશુદ્ધ આહાર વગેરેને વિધિપૂર્વક પરઠવવા તે અપહત્યસંયમ.
(૧૩) પ્રસૃજ્યસંયમ - જોયેલી ભૂમિ ઉપર પ્રમાર્જીને બેસવું, ઊઠવું વગેરે, એક ભૂમિમાંથી બીજી ભૂમિમાં જતા કે અસ્થડિલ ભૂમિમાંથી સ્પંડિલ ભૂમિમાં જતા પગ પ્રમાર્જવા તે પ્રમૂજ્યસંયમ.
(૧૪) કાયસંયમ - દોડવું-કૂદવું વગેરેની નિવૃત્તિ અને શુભક્રિયાઓમાં પ્રવૃત્તિ તે કાયસંયમ.
(૧૫) વાકસંયમ - હિંસક-કઠોર વગેરે વચનો ન બોલવા અને શુભવચનો બોલવા તે વાસંયમ.
(૧૬) મનસંયમ - દ્રોહ-અભિમાન-ઈર્ષ્યા વગેરે ન કરવા અને ધર્મધ્યાન વગેરેમાં પ્રવૃત્તિ કરવી તે મનસંયમ.
(૧૭) ઉપકરણસંયમ - ઉપકરણસંયમ એટલે અજીવકાયનું સંયમ. અજીવકાય એટલે પુસ્તક વગેરે. જયારે પુરુષો ગ્રહણ કરવાની અને