________________
૩૩૬
વિહાયોગતિનામકર્મ, પ્રત્યેકપ્રકૃતિ
વિહાયોગતિનામકર્મના બે ભેદ છે -
.
(૧) શુભવિહાયોગતિનામકર્મ - જે કર્મના ઉદયથી જીવને હંસ, હાથી, બળદ વગેરે જેવી શુભગતિ પ્રાપ્ત થાય તે શુભવિહાયોગતિનામકર્મ. આને સુખગતિનામકર્મ પણ કહેવાય છે.
(૨) અશુભવિહાયોગતિનામકર્મ - જે કર્મના ઉદયથી જીવને ઊંટ, શિયાળ વગેરે જેવી અશુભગતિ પ્રાપ્ત થાય તે અશુભવિહાયોગતિનામકર્મ. આને કુખગતિનામકર્મ પણ કહેવાય છે. (B) પ્રત્યેકપ્રકૃતિ - એક-એક છૂટી પ્રકૃતિ તે પ્રત્યેકપ્રકૃતિ. તેના ૮ ભેદ છે -
(૧) અગુરુલઘુનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર ગુરુ (ભારે), લઘુ (હલકુ) કે ગુરુલઘુ ન થાય, પરંતુ અગુરુલઘુ પરિણામવાળુ થાય તે અગુરુલઘુનામકર્મ.
(૨) ઉપઘાતનામકર્મ - જે કર્મના ઉદયથી પડજીભ, ચૌરદંત, રસોળી વગેરે પોતાના જ અવયવોથી પોતે હણાય તે ઉપઘાતનામકર્મ. ગળે ફાંસો ખાવો, ખીણમાં ભૂસકો મારવો વગેરે દ્વારા આપઘાત કરે તેમાં પણ ઉપઘાત નામકર્મનો ઉદય પંચસંગ્રહમાં કહેલ છે. કેટલાક એમ કહે છે કે જે કર્મના ઉદયથી પોતાના પરાક્રમ, વિજય વગેરેનો ઉપઘાત થાય તે ઉપઘાતનામકર્મ.
(૩) પરાઘાતનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ પોતાની પ્રતિભા વડે બીજાને ક્ષોભ પમાડે તે પરાઘાતનામકર્મ.
(૪) ઉચ્છ્વાસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ શ્વાસોચ્છ્વાસ ક૨વા સમર્થ બને તે ઉચ્છ્વાસનામકર્મ.
(૫) આતપનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું અનુષ્ય શરીર