________________
ત્રસદશક
339
ઉષ્ણ પ્રકાશ કરે તે આતપનામકર્મ. સૂર્યના વિમાનમાં રહેલ બાદર પૃથ્વીકાયના જીવોને જ આતપનામકર્મનો ઉદય હોય છે. (૬) ઉદ્યોતનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું અનુષ્ણ શરીર અનુષ્ણ પ્રકાશ કરે તે ઉદ્યોતનામકર્મ. ચંદ્ર-તારા વગેરેના જ્યોતિષ વિમાનોમાં રહેલ બાદર પૃથ્વીકાયના જીવો, રત્નો, ઔષધિઓ, આગિયા વગેરે જીવોને ઉદ્યોતનામકર્મનો ઉદય હોય છે. (૭) નિર્માણનામકર્મ - જે કર્મ જીવોના શરીરના અવયવોની રચનાનું નિયમન કરે તે નિર્માણનામકર્મ. તે સુથાર જેવું છે. (૮) તીર્થંકર નામકર્મ - જે કર્મના ઉદયથી ત્રણ લોકને પૂજ્ય, ઉત્તમોત્તમ ધર્મતીર્થના પ્રવર્તક એવા તીર્થંકરપદની પ્રાપ્તિ થાય તે
તીર્થંકર નામકર્મ. આને જિનનામકર્મ પણ કહેવાય છે. (C) ત્રસદશક-સ્થાવરદશક - (i) ત્રસદશક - ત્રસનામકર્મ વગેરે ૧૦ કર્મપ્રકૃતિઓનો સમૂહ તે
ત્રસદશક. તે ૧૦ કર્મપ્રકૃતિઓ આ પ્રમાણે છે – (૧) ત્રસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવને ત્રસપણાની પ્રાપ્તિ થાય તે ત્રસનામકર્મ. (૨) બાદરનામકર્મ- જે કર્મના ઉદયથી જીવને બાદરપણાની પ્રાપ્તિ થાય તે બાદરનામકર્મ. (૩) પર્યાતનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યામિ પૂર્ણ કરવા સમર્થ બને તે પર્યાપ્ત નામકર્મ. પર્યાપ્તિ- જે શક્તિથી જીવ આહારને ગ્રહણ કરવો, શરીર બનાવવું, ઇન્દ્રિયો બનાવવી વગેરે માટે સમર્થ બને તે પર્યાપ્તિ. તેના ૬ ભેદ છે -