SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ આનુપૂર્વીનામકર્મ (૧) નરકાનુપૂર્વીનામકર્મ - જે કર્મના ઉદયથી વક્રગતિથી નરકગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે નરકાનુપૂર્વીનામકર્મ. ૩૩૫ (૨) તિર્યંચાનુપૂર્વીનામકર્મ - જે કર્મના ઉદયથી વક્રગતિથી તિર્યંચગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે તિર્યંચાનુપૂર્વીનામકર્મ. (૩) મનુષ્યાનુપૂર્વીનામકર્મ - જે કર્મના ઉદયથી વક્રગતિથી મનુષ્યગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે મનુષ્યાનુપૂર્વીનામકર્મ. (૪) દેવાનુપૂર્વીનામકર્મ - જે કર્મના ઉદયથી વક્રગતિથી દેવગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે દેવાનુપૂર્વીનામકર્મ. આનુપૂર્વીનામકર્મનો ઉદય વક્રગતિમાં હોય છે, ઋજુગતિમાં નહીં. કેટલાક એમ કહે છે કે, ‘નિર્માણ નામકર્મથી નિર્મિત શરીરના અંગોપાંગોની સ્થાપનાના ક્રમનું નિયમન કરનાર કર્મ તે આનુપૂર્વીનામકર્મ.’ (૧૪) વિહાયોગતિનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ આકાશમાં ગમન કરી શકે તે વિહાયોગતિનામકર્મ. એટલે કે જે કર્મના ઉદયથી જીવને ગતિ (ચાલ)ની પ્રાપ્તિ થાય તે વિહાયોગતિનામકર્મ. આને ખગતિનામકર્મ પણ કહેવાય છે. વિહાયોગતિ બે પ્રકારે છે - (i) લબ્ધિથી - દેવો વગેરેને (ii) શિક્ષાથી પ્રાપ્ત થયેલ ઋદ્ધિથી આ દરેકના બે-બે ભેદ છે - શુભ અને અશુભ.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy