________________
૩૩૦
"
સંસ્થાનનામકર્મ
(૫) કાર્મણસંઘાતનામકર્મ - ગ્રહણ કરેલા કાર્મણ પુદ્ગલોની જે
કર્મના ઉદયથી વિશેષ રચના થાય તે કાર્યણસંઘાતનામકર્મ. (૭) સંસ્થાનનામકર્મ- જે કર્મના ઉદયથી જીવના શરીરનો તે તે પ્રકારનો
આકાર બને તે સંસ્થાનનામકર્મ તેના ૬ ભેદ છે – (૧) સમચતુરગ્નસંસ્થાનનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં સમચતુરગ્નસંસ્થાનની પ્રાપ્તિ થાય તે સમચતુરગ્નસંસ્થાનનામકર્મ. (૨) ન્યગ્રોધસંસ્થાનનામકર્મ- જે કર્મના ઉદયથી જીવના શરીરમાં વગ્રોધસંસ્થાનની પ્રાપ્તિ થાય તે ન્યગ્રોધસંસ્થાનનામકર્મ. (૩) સાદિસંસ્થાનનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં સાદિસંસ્થાનની પ્રાપ્તિ થાય તે સાદિસંસ્થાનનામકર્મ. (૪) કુબ્બસંસ્થાનનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં કુન્નસંસ્થાનની પ્રાપ્તિ થાય તે કુન્નસંસ્થાનનામકર્મ. (૫) વામનસંસ્થાનનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં વામન સંસ્થાનની પ્રાપ્તિ થાય તે વામન સંસ્થાનનામકર્મ. (૬) હુડકસંસ્થાનનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં હુડકસંસ્થાનની પ્રાપ્તિ થાય તે હુડકસંસ્થાનનામકર્મ.
સંસ્થાનોની વ્યાખ્યા પૂર્વે (પાના નં. ૨૩૦, ૨૩૧ ઉપર) કરી છે. (૮) સંઘયણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં તે તે
સંઘયણની પ્રાપ્તિ થાય તે સંઘયણનામકર્મ. તેના ૬ ભેદ છે – (૧) વજઋષભનારાચસંઘયણનામકર્મ- જે કર્મના ઉદયથી જીવના શરીરમાં વજઋષભનારાચસંઘયણની પ્રાપ્તિ થાય તે વજઋષભનારાચસંઘયણનામકર્મ.