________________
સંઘાતનામકર્મ
૩૨૯ ' (૧૩) તૈજસતૈજસબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત તૈજસ પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ તૈજસ પુગલોનો સંબંધ થાય તે તૈજસતેજસબંધનનામકર્મ.
(૧૪) તૈજસકાર્પણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃધમાણ તૈજસ પુદ્ગલોનો ગૃહીત કે ગૃહ્યમાણ કાર્મણ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે તૈજસકાર્પણબંધનનામકર્મ.
(૧૫) કાર્મણકાશ્મણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત કાર્મણ પુદ્ગલોની સાથે ગૃઘમાણ કાર્પણ પુદ્ગલોનો સંબંધ થાય તે કાર્પણકામણબંધનનામકર્મ.
(૬) સંઘાતનામકર્મ - ગ્રહણ કરેલા શરીરપુગલોની જે કર્મના ઉદયથી વિશેષ રચના થાય તે સંઘાતનામકર્મ. પહેલા કર્મગ્રંથમાં સંઘાતનામકર્મની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે – “ સંથાયે રત્નાપુપાત્રે तणगणं व दंताली । तं संघायं बंधणमिव तणुनामेण पंचविहं ॥३५॥' -કર્મવિપાક. “જે કર્મના ઉદયથી શરીરપુગલોને એકઠા કરાય તે સંઘાતનામકર્મ.' તેના પાંચ ભેદ છે –
(૧) દારિકસંઘાતનામકર્મ- ગ્રહણ કરેલા ઔદારિક પુગલોની જે કર્મના ઉદયથી વિશેષ રચના થાય તે ઔદારિકસંઘાતનામકર્મ. (૨) વૈક્રિયસંઘાતનામકર્મ - ગ્રહણ કરેલા વૈક્રિય પુગલોની જે કર્મના ઉદયથી વિશેષ રચના થાય તે વૈક્રિયસંઘાતનામકર્મ. (૩) આહારકસંઘાતનામકર્મ - ગ્રહણ કરેલા આહારક પુદ્ગલોની જે કર્મના ઉદયથી વિશેષ રચના થાય તે આહારકસંઘાતનામકર્મ. (૪) તૈજસસંઘાતનામકર્મ - ગ્રહણ કરેલા તૈજસ પુદ્ગલોની જે કર્મના ઉદયથી વિશેષ રચના થાય તે તૈજસસંઘાતનામકર્મ.