________________
સંઘયણનામકર્મ
૩૩૧ (૨) અર્ધવજઋષભનારાચસંઘયણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં અર્ધવજઋષભનારાચસંઘયણની પ્રાપ્તિ થાય તે અર્ધવજઋષભનારાચસંઘયણનામકર્મ. (૩) નારાચસંઘયણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં નારાચસંઘયણની પ્રાપ્તિ થાય તે નારાચસંઘયણનામકર્મ. (૪) અર્ધનારાચસંઘયણનામકર્મ-જે કર્મના ઉદયથી જીવના શરીરમાં અર્ધનારાચસંઘયણની પ્રાપ્તિ થાય તે અર્ધનારાચસંઘયણનામકર્મ. (૫) કલિકાસંઘયણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં કીલિકાસંઘયણની પ્રાપ્તિ થાય તે કીલિકાસંઘયણનામકર્મ. (૬) સૂપાટિકાસંઘયણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં સૃપાટિકાસંઘયણની પ્રાપ્તિ થાય તે સૃપાટિકાસંઘયણનામકર્મ. સંઘયણ એટલે હાડકાની રચના. તે છ પ્રકારના છે - (૧) વજઋષભનારાચસંઘયણ - વજઃખીલી. ઋષભ=હાડકાનો પાટો. નારાચ=બંને બાજુ મર્કટબંધ. મર્કટ વાંદરાનું બચ્યું. તે જેમ માતાની છાતીએ જોરથી વળગી રહે છે તેમ જેમાં બે હાડકા પરસ્પર વળગી રહ્યા હોય તેવી રચનાને મર્કટબંધ કહેવાય છે. જેમાં બન્ને બાજુ મર્કટબંધથી બંધાયેલા અને પોટા આકારના ત્રીજા હાડકાથી વીંટાયેલા બે હાડકાની ઉપર ત્રણેને ભેદનારી હાડકાની ખીલી હોય તે વજઋષભનારાચસંઘયણ. (૨) અર્ધવજ>ઋષભનારાચસંઘયણ - જેમાં વજ, ઋષભ અને નારાચ ત્રણેનું અર્ધ હોય તે અર્ધવજઋષભનારાચસંઘયણ. આ તત્ત્વાર્થભાષ્યકારનો મત છે. પહેલા કર્મગ્રંથમાં બીજું ઋષભનારાચસંઘયણ કહ્યું છે. તેનો અર્થ આ પ્રમાણે કર્યો છે - “જેમાં બે બાજ મર્કટબંધથી બંધાયેલા બે હાડકા પાટા આકારના ત્રીજા હાડકાથી