________________
૩૨૪
શરીરનામકર્મ
છે. જેમકે - શંખજાતિનામકર્મ વગેરે.
(iii) તેઈન્દ્રિયજાતિનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો તેઈન્દ્રિયજાતિરૂપે વ્યવહાર થાય તે તેઈન્દ્રિયજાતિનામકર્મ. તે અનેક પ્રકારે છે. જેમકે - કીડીજાતિનામકર્મ વગેરે.
(iv) ચઉરિન્દ્રિયજાતિનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો ચઉરિન્દ્રિયજાતિરૂપે વ્યવહાર થાય તે ચરિન્દ્રિયજાતિનામકર્મ. તે અનેક પ્રકારે છે. જેમકે - ભ્રમરજાતિનામકર્મ વગેરે.
(v) પંચેન્દ્રિયજાતિનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો પંચેન્દ્રિયજાતિરૂપે વ્યવહાર થાય તે પંચેન્દ્રિયજાતિનામકર્મ. તે અનેક પ્રકારે છે. જેમકે - મનુષ્યજાતિનામકર્મ, દેવજાતિનામકર્મ વગેરે. જન્મથી આંધળો ચઉરિન્દ્રિય નથી કહેવાતો, કેમકે તેને પંચેન્દ્રિયજાતિનામકર્મનો ઉદય હોય છે. બકુલ વગેરે વનસ્પતિને પાંચે ઇન્દ્રિઓનું જ્ઞાન દેખાવા છતાં તે પંચેન્દ્રિય નથી કહેવાતી, કેમકે તેને એકેન્દ્રિયજાતિનામકર્મનો ઉદય હોય છે.
(૩) શરીરનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ તે તે શરીર બનાવે તે શરીરનામકર્મ. તેના ૫ ભેદ છે -
(i) ઔદારિકશરીરનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ ઔદારિક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેમને ઔદારિકશરીરરૂપે પરિણમાવે અને આત્માની સાથે એકમેક કરે તે ઔદારિકશરીરનામકર્મ.
(ii) વૈક્રિયશરીરનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ વૈક્રિય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેમને વૈક્રિયશરીરરૂપે પરિણમાવે અને આત્માની સાથે એકમેક કરે તે વૈક્રિયશરીરનામકર્મ.