________________
અંગોપાંગનામકર્મ
૩૨૫ (ii) આહારકશરીરનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ આહારક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેમને આહારકશરીરરૂપે પરિણમાવે અને આત્માની સાથે એકમેક કરે તે આહારકશરીરનામકર્મ. (i) તૈજસશરીરનામકર્મ- જે કર્મના ઉદયથી જીવ તૈજસ વર્ગણાના પુગલોને ગ્રહણ કરે, તેમને તૈજસશરીરરૂપે પરિણમાવે અને આત્માની સાથે એકમેક કરે તે તૈજસશરીરનામકર્મ. () કાર્મણશરીરનામકર્મ- જે કર્મના ઉદયથી જીવ કાર્મણ વર્ગણાના પુગલોને ગ્રહણ કરે, તેમને કાર્મણશરીરરૂપે પરિણમાવે અને
આત્માની સાથે એકમેક કરે તે કાર્યણશરીરનામકર્મ. (૪) અંગોપાંગનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ શરીરમાંથી અંગોપાંગ
બનાવે તે અંગોપાંગનામકર્મ. તેના ૩ ભેદ છે – (I) ઔદારિક અંગોપાંગનામકર્મ- જે કર્મના ઉદયથી જીવ ઔદારિકશરીરરૂપે પરિણમેલ પુદ્ગલોમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ બનાવે તે ઔદારિકઅંગોપાંગનામકર્મ. (m) વૈક્રિયઅંગોપાંગનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ વૈક્રિયશરીર રૂપે પરિણમેલ પુદ્ગલોમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ બનાવે તે વૈક્રિયઅંગોપાંગનામકર્મ. (iii) આહારકસંગોપાંગનામકર્મ- જે કર્મના ઉદયથી જીવ આહારકશરીરરૂપે પરિણમેલ પુદ્ગલોમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ બનાવે તે આહારકઅંગોપાંગનામકર્મ. આ ત્રણેના દરેકના ૩-૩ ભેદ છે. (i) અંગનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ અંગો બનાવે તે