________________
નામકર્મ
૩૨૩ (iv) દેવગતિનામકર્મ - જે કર્મ જીવને દેવગતિમાં મોકલે તે દેવગતિ
નામકર્મ. (૨) જાતિનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો તે તે જાતિરૂપે વ્યવહાર
થાય તે જાતિનામકર્મ. તેના પાંચ ભેદ છે – (0) એકેન્દ્રિયજાતિનામકર્મ-જે કર્મના ઉદયથી જીવનો એકેન્દ્રિય જાતિ રૂપે વ્યવહાર થાય તે એકેન્દ્રિયજાતિનામકર્મ. તે અનેક પ્રકારનું છે. જેમકે - પૃથ્વીકાયિકજાતિનામકર્મ, અર્કાયિકજાતિનામકર્મ, તેજસ્કાયિકજાતિનામકર્મ, વાયુકાયિકજાતિનામકર્મ, વનસ્પતિકાયિકજાતિનામકર્મ. પૃથ્વીકાયિકજાતિનામકર્મ અનેક પ્રકારે છે. જેમકે - શુદ્ધપૃથ્વીજાતિનામકર્મ, શર્કરાજાતિનામકર્મ, વાલુકાજાતિનામકર્મ, શિલાજાતિનામકર્મ, લવણજાતિનામકર્મ, સ્ફટિકજાતિનામકર્મ વગેરે. અપ્રકાયિકજાતિનામકર્મ અનેક પ્રકારે છે. જેમકે - હિમજાતિનામકર્મ, ઘનોદધિજાતિનામકર્મ, શુદ્ધોદજાતિનામકર્મ વગેરે. તેજસ્કાયિકજાતિનામકર્મ અનેક પ્રકારે છે. જેમકે – અંગારાજાતિનામકર્મ, જ્વાલાજાતિનામકર્મ, શુદ્ધાનિજાતિનામકર્મ વગેરે. વાયુકાયિકજાતિનામકર્મ અનેક પ્રકારે છે. જેમકે – ઉત્કલિકાવાયુજાતિનામકર્મ, મંડલિકાવાયુજાતિનામકર્મ, ઘનવાતજાતિનામકર્મ વગેરે. વનસ્પતિકાયિકજાતિનામકર્મ અનેક પ્રકારે છે. જેમકે – કંદજાતિનામકર્મ, મૂલજાતિનામકર્મ, ફલજાતિનામકર્મ વગેરે. (i) બેઈન્દ્રિયજાતિનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો બેઈન્દ્રિયજાતિરૂપે વ્યવહાર થાય તે બેઈન્દ્રિયજાતિનામકર્મ. તે અનેક પ્રકારે