________________
સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ
(૩) એષણાસમિતિ - ગવેષણૈષણા-ગ્રહણૈષણા-ગ્રાસૈષણા - આ
૩ પ્રકારની એષણાથી ૪૭ દોષરહિત આહાર-પાણી લાવવા અને વાપરવા તે.
૨૮૪
(૪) આદાનનિક્ષેપણાસમિતિ - વસ્તુ લેતા-મૂકતા જોવું અને પ્રમાર્જવું તે.
(૫) આલોકિતપાનભોજન - દરેક ઘરમાં પાત્રામાં પડેલ આહાર જોવો, ઉપાશ્રયમાં આવી ફરી અજવાળામાં જોવો અને અજવાળામાં બેસીને વાપરવું તે.
૨) સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ -
(૧) અનુવીચિભાષણ - વિચારીને બોલવું તે.
(૨) ક્રોધનું પચ્ચક્ખાણ - ક્રોધનો નિગ્રહ કે અનુત્પત્તિ તે.
(૩) લોભનું પચ્ચક્ખાણ - લોભ ન કરવો તે.
(૪) અભીરુત્વ - ડરવું નહિ તે.
(૫) હાસ્યનું પચ્ચક્ખાણ - હાસ્ય-મશ્કરી ન કરવી તે.
૩) અસ્તેય મહાવ્રતની ૫ ભાવનાઓ -
(૧) અનુવીચિઅવગ્રહયાચન - વિચારીને અવગ્રહની યાચના કરવી તે.
અવગ્રહના ૫ પ્રકાર છે - દેવેન્દ્રનો, રાજાનો, ગૃહપતિનો, શય્યાતરનો, સાધર્મિકનો, પૂર્વપૂર્વનો સ્વામી બાધ્ય છે, પછી પછીનો સ્વામી બાધક છે. એટલે જ્યાં જે સ્વામી હોય ત્યાં તેની પાસે યાચના કરવી.
(૨) અભીક્ષ્ણઅવગ્રહયાચન - એકવાર અવગ્રહ મળ્યા પછી પણ