________________
અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ મહાવ્રતોની ૫-૫ ભાવનાઓ ૨૮૫
અંડિલ, માત્રુ વગેરે માટેના સ્થાનોની વારંવાર યાચના કરવી તે.
(૩) એતાવદિત્યવગ્રહાલધારણ - આટલા ક્ષેત્રનો અવગ્રહ કરવો એવું નક્કી કરવું તે.
(૪) સાધર્મિક પાસેથી અવગ્રહયાચન - મકાનમાં પૂર્વે રહેલા સાધુઓ પાસેથી અવગ્રહની યાચના કરવી તે.
(૫) અનુજ્ઞાપિતપનભોજન - ગુરુની અનુજ્ઞા લઈને વાપરવું તે. ૪) બ્રહ્મચર્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ -
(૧) સ્ત્રીપશુપંડકસંસક્તશયનાસનવર્જન - સ્ત્રી, પશુ, પંડકથી યુક્ત સ્થાનમાં સંથારો ન કરવો, બેસવું નહીં તે.
(૨) રાગસંયુક્તસ્ત્રીકથાવર્જન - રાગવાળી સ્ત્રીકથા ન કરવી તે. (૩) સ્ત્રીમનોહરેક્રિયાલોકવર્જન - સ્ત્રીના સુંદર અંગોપાંગ ન જોવા. (૪) પૂર્વરતાનુસ્મરણવર્જન - પૂર્વે કરેલ કામક્રીડાનું સ્મરણ ન કરવું તે.
(૫) પ્રણીતરસભોજનવર્જન - સ્નિગ્ધ, મધુર અને વિગઈવાળું ભોજન ન કરવું તે.
૫) અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ -
પાંચ ઇન્દ્રિયોના પાંચ અનુકૂળ વિષયોમાં રાગ ન કરવો અને પાંચ પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ ન કરવો તે.
બધા મહાવ્રતોની સામાન્ય ભાવનાઓ - (સૂત્ર-૭/૪) ૧) હિંસાથી હિંસક હંમેશા ત્રાસકારી અને વૈરવાળો થાય છે. તે આ
ભવમાં જ વધ, બંધન, ક્લેશ વગેરેને પામે છે અને પરભવમાં અશુભગતિને પામે છે અને ગહિત બને છે. માટે હિંસાથી અટકવું સારું.