________________
અહિંસા મહાવ્રતની પાંચ ભાવનાઓ
૨૮૩
(1) ભૂતનિદ્વવ - વિદ્યમાનનો અપલાપ કરવો તે ભૂતનિતવ, દા.ત. આત્મા નથી, પરલોક નથી.
(ii) અભૂતઉદ્ભાવન - જે વિદ્યમાન ન હોય તેનું ઉદ્દભાવન કરવું તે અભૂતઉભાવન. દા.ત. આત્મા ચોખા પ્રમાણ છે, આત્મા અંગુઠાના પર્વ જેટલો છે, આત્મા સૂર્યવર્ણવાળો છે, આત્મા નિષ્ક્રિય છે વગેરે.
(૨) અર્થાતર - એક વસ્તુને બીજારૂપે કહેવી તે. દા.ત. ગાયને ઘોડો કહેવું તે.
(૩) ગહ - હિંસા, કઠોરતા, ચાડી વગેરે વાળુ વચન તે ગહ.
૩) ચોરી - પ્રમાદી જીવનું મન-વચન-કાયાના યોગથી નહીં દીધેલાનું કે બીજાએ ગ્રહણ કરેલાનું સ્વેચ્છાથી, હઠથી કે ચોરીથી ગ્રહણ કરવું કે ધારણ કરવું તે ચોરી. (સૂત્ર-૭/૧૦).
૪) અબ્રહ્મ - સ્ત્રી-પુરુષના યુગલનું કર્મ તે મૈથુન. તે મૈથુન એટલે અબ્રહ્મ. (સૂત્ર-૭/૧૧)
૫) પરિગ્રહ - સચેતન (એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવો) કે અચેતન બાહ્ય (વસ્તુઓ) કે અત્યંતર (આત્માના રાગાદિ પરિણામ) પદાર્થોમાં મૂચ્છ કરવી તે પરિગ્રહ. ઇચ્છા, પ્રાર્થના, કામ, અભિલાષ, કાંક્ષા, ગૃદ્ધિ, મૂચ્છ - આ પર્યાયવાચી શબ્દો છે. (સૂત્ર-૭/૧૨). • મહાવ્રતોની સ્થિરતા માટેની પ-૫ ભાવનાઓ - (સૂત્ર-૭/૩)
૧) અહિંસા મહાવ્રતની પાંચ ભાવનાઓ -
(૧) ઈર્યાસમિતિ - લોકોથી ખુંદાયેલ અને પ્રકાશવાળા રસ્તે જીવોની રક્ષા માટે ગાડાની ધૂસરી જેટલી ભૂમિને જોઈને ઉપયોગપૂર્વક ચાલવું તે.
(૨) મનગુતિ- આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન કરવા, ધર્મધ્યાનમાં ઉપયોગ રાખવો તે.