________________
કર્મોના વિશેષ આગ્નવો
૨૭૭ ચરણવિનય - પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ. ઉપચારવિનય - અભ્યત્થાન, આસન આપવું, અંજલિ વગેરે. વિનયનું વિશેષ સ્વરૂપ આગળ (પાના નં. ૩૭૩-૩૭૫ ઉપર) બતાવાશે.
સંવેગ સંસારના દુઃખોનો ભય અને સંસારના સુખોની અનિચ્છા.
૧૪) નીચગોત્ર - પરનિંદા, સ્વપ્રશંસા, બીજાના વિદ્યમાન ગુણો ઢાંકવા, પોતાના અવિદ્યમાન ગુણો પ્રગટ કરવા, જાતિમદ, કુલમદ, રૂપમદ, બલમદ, શ્રતમદ, આશૈશ્વર્યમદ, તપોમદ, બીજાની અવજ્ઞા કરવી, બીજાની મશ્કરી કરવી વગેરે. (સૂત્ર-૬/૨૪)
૧૫) ઉચ્ચગોત્ર - બીજાના ગુણોની પ્રશંસા, પોતાની નિંદા, બીજાના ગુણોને પ્રગટ કરવા - દોષોને ઢાંકવા, પોતાના ગુણોને ઢાંકવા, નમ્રતા, અભિમાનનો અભાવ વગેરે. (સૂત્ર-૬/૨૫)
૧૬) અંતરાય - દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્યમાં અંતરાય કરવો વગેરે. (સૂત્ર-૬/૨૬)
દાન - વિશિષ્ટ પરિણામપૂર્વક પોતાનું ધન બીજાને આપવું તે. લાભ - બીજા વડે અપાતું ધન વગેરે ગ્રહણ કરવું તે. ભોગ - સુંદર એવા શબ્દાદિ વિષયોને અનુભવવા તે. ઉપભોગ - અન્ન, પાણી, વસ્ત્ર વગેરેને સેવવા તે. વિર્ય - વિશિષ્ટ ચેષ્ટારૂપ આત્માનો પરિણામ છે.
| | ધર્મસંગ્રહની મહોપાધ્યાય શ્રીમાનવિજયજી કૃત ટીકામાં ભોગ અને ઉપભોગનો અર્થ આ પ્રમાણે કર્યો છે, “ભોગ - જે વસ્તુ એક જ વખત ઉપયોગમાં આવે તે ભોગ. દા.ત. અન્ન, ફૂલ, તંબોલ, વિલેપન, સ્નાન વગેરે. ઉપભોગ જે વસ્તુ અનેક વખત ઉપયોગમાં આવે તે ઉપભોગ. દા.ત. સ્ત્રી, વસ્ત્ર, ઘરેણા, ઘર, પલંગ, ગાદી વગેરે.'