________________
વ્રત પ્રકરણ
હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ થકી મન-વચન-કાયાથી વિરતિ તે વ્રત છે. (સૂત્ર-૭/૧) જાણીને શ્રદ્ધા કરીને વ્રત સ્વીકારીને પાપ ન કરવું તે વિરતિ છે.
હિંસા વગેરે થકી એક દેશથી વિરતિ તે અણુવ્રત છે અને સર્વથી વિરતિ તે મહાવ્રત છે. (સૂત્ર-૭/૨) એક દેશથી એટલે સ્થૂલથી. સર્વથી એટલે સ્કૂલથી અને સૂક્ષ્મથી. · અણુવ્રત - ૧) સ્થૂલહિંસાવિરમણ અણુવ્રત - સ્થૂલહિંસા = ત્રસ જીવોની હિંસા અથવા સંકલ્પપૂર્વકની હિંસા. સૂક્ષ્મણિંસા-સ્થાવર જીવોની હિંસા અથવા આરંભથી થતી હિંસા.
ત્રસ જીવોની હિંસાથી વિરતિ અથવા સંકલ્પપૂર્વકની હિંસાથી વિરતિ તે પૂલહિંસાવિરમણ અણુવ્રત.
૨) સ્થૂલ મૃષાવાદવિરમણ અણુવ્રત - સ્થૂલ મૃષાવાદ-ખોટી સાક્ષી આપવી તે. સૂક્ષ્મમૃષાવાદ મર્મઘાતક વચનો બોલવા વગેરે.
ખોટી સાક્ષી આપવી વગેરે સ્થૂલમૃષાવાદથી વિરતિ તે સ્થૂલ મૃષાવાદવિરમણ અણુવ્રત.
૩) સ્થૂલ અદત્તાદાનવિરમણ અણુવ્રત -
સ્થૂલ અદત્તાદાન=જેમાં ગૃહસ્થોને આભવ-પરભવસંબંધી નુકસાન થાય તેવી ધન વગેરેની હઠપૂર્વક ચોરી કરવી તે.