________________
૨૭૬
કર્મોના વિશેષ આગ્નવો અંગોપાંગ છેદવા, વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અન્યથા કરવા, પાંજરામાં પૂરવું, પરનિંદા, સ્વપ્રશંસા, અસત્ય, ચોરી, કઠોર વચન, અસભ્ય વચન, આક્રોશ, વાચાળતા, સૌભાગ્યનો નાશ કરવો, વશીકરણ કરવું, ઇંટના નિભાડા પકાવવા, દાવાગ્નિ સળગાવવા, ઉપાશ્રય-બગીચા વગેરેનો નાશ કરવો, તીવ્ર કષાયો, પાપકાર્યો કરી આજીવિકા ચલાવવી વગેરે. (સૂત્ર-૬/૨૧)
૧૨) શુભ નામકર્મ - મન-વચન-કાયાના યોગોની અવક્રતાઅવિસંવાદ વગેરે અશુભ નામકર્મના આસ્રવોથી વિપરીત શુભ નામકર્મના આગ્નવો છે. (સૂત્ર-૬/૨૨) ' (૧૩) તીર્થકર નામકર્મ - સમ્યક્તની પ્રકૃષ્ટ વિશુદ્ધિ, વિનયથી યુક્તપણું, શીલો (ઉત્તરગુણો) અને વ્રતો (મૂળગુણો)માં અતિચારોનો અભાવ, વારંવાર જ્ઞાનનો ઉપયોગ, વારંવાર સંવેગ, શક્તિ મુજબના ત્યાગ અને તપ, સંઘ અને સાધુની સમાધિ અને વૈયાવચ્ચ કરવી, અરિહંત-આચાર્ય-બહુશ્રુત-પ્રવચનને વિષે પરમભાવવિશુદ્ધિ સહિતની ભક્તિ, આવશ્યક અનુષ્ઠાનોની અપરિહાનિ, મોક્ષમાર્ગની સ્વયં કરવા વડે અને બીજાને ઉપદેશવા વડે પ્રભાવના કરવી, પ્રવચનનું વાત્સલ્ય શ્રિતધર, બાળ, વૃદ્ધ, તપસ્વી, શૈક્ષક, ગ્લાન વગેરેના સંગ્રહ (સંયમ પાળવા, શ્રુત ભણવા, ચોદન-પ્રતિચોદના વગેરે માટે આવેલા બીજા સમુદાયના સાધુનો આલોચના અપાવવાપૂર્વક સ્વીકાર કરવો તે સંગ્રહ) ઉપગ્રહ (વસ્ત્ર-પાત્રા મેળવી આપવા વગેરે) અને અનુગ્રહ (આહારપાણી આપવા વગેરે) કરવા તે.]. (સૂત્ર-૬/૨૩) વિનયના ૪ પ્રકાર છે - જ્ઞાનવિનય - કાલ, વિનય, બહુમાન, ઉપધાન વગેરે. દર્શનવિનય - નિઃશંકપણું, નિઃકાંક્ષપણું વગેરે.