________________
કર્મોના વિશેષ આગ્નવો
૨૭૫ ભયમોહનીય - પોતે ડરવું, બીજાને ડરાવવા, નિર્દયપણું વગેરે.
જુગુપ્સામોહનીય - ધર્મ-ચતુર્વિધ સંઘની જુગુપ્સા કરવી-નિંદા કરવી વગેરે.
૭) નરકાયુષ્ય - બહુ આરંભ, બહુ પરિગ્રહ, માંસાહાર, પંચેન્દ્રિયનો વધ, અનંતાનુબંધી કષાયો, સ્થિરવૈર, ઇન્દ્રિયોનો અનિગ્રહ, નિર્દયતા, કૃષ્ણલેશ્યા, રૌદ્રધ્યાન, શીલરહિતપણું, વ્રતરહિતપણું વગેરે. (સૂત્ર૬/૧૬,૬/૧૯)
૮) તિર્યંચાયુષ્ય -માયા, મિથ્યાઉપદેશ, આરંભ, પરિગ્રહ, નીલકાપોત વેશ્યા, આર્તધ્યાન, માર્ગનો નાશ કરવો, અતિચાર સહિતના વ્રતો, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયો, શીલરહિતપણું, વ્રતરહિતપણું વગેરે. (સૂત્ર-૬/૧૭,૬/૧૯)
૯) મનુષ્પાયુષ્ય - અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, નમ્રતા, સરળતા, મિથ્યાત્વ, પ્રજ્ઞાપનીયતા (સુખેથી સમજાવી શકાવાપણું), પ્રત્યાખ્યાનાવરણીય કષાયો, દેવ-ગુરુની પૂજા, સંવિભાગનો સ્વભાવ, કાપોતલેશ્યા, ધર્મધ્યાન, મધ્યમ પરિણામ, શીલરહિતપણું, વ્રતરહિતપણું વગેરે. (સૂત્ર-૬/૧૮,૬/૧૯)
૧૦) દેવાયુષ્ય - સરાગસંયમ, દેશવિરતિ, અકામનિર્જરા, બાલતપ, તપની ભાવના, સુપાત્રદાન, અવ્યક્ત સામાયિક (સમજણ વિનાનું સામાયિક) વગેરે. (સૂત્ર-૬/૨૦) .
૧૧) અશુભ નામકર્મ - મન-વચન-કાયાના યોગોની વક્રતાવિસંવાદ, મિથ્યાત્વ, માયા, ચાડી ખાવી, અસ્થિરચિત્તપણું, ખોટા માનતોલ કરવા, સુવર્ણ વગેરેની નકલ કરવી, ખોટી સાક્ષી આપવી,
વિક્રતા–કુટિલ પ્રવૃત્તિ વિસંવાદ પહેલા સ્વીકારેલી બાબતમાં પછીથી ફેરફાર કરવો તે.