________________
કર્મોના વિશેષ આસ્રવો
અકામનિર્જરા - ઇચ્છા વિના થતી નિર્જરા તે અકામનિર્જરા. બાલતપ - બાલ એટલે મિથ્યાત્વી. તેનો તપ તે બાલતપ.
૨૭૪
૫) દર્શનમોહનીય - કેવલી, શ્રુતજ્ઞાન, ચતુર્વિધ સંઘ, ધર્મ, દેવોનો અવર્ણવાદ (નિંદા) કરવો વગેરે. (સૂત્ર-૬/૧૪)
૬) ચારિત્રમોહનીય - કષાયના ઉદયથી થતો આત્માનો તીવ્ર પરિણામ વગેરે. (સૂત્ર-૬/૧૫)
સ્ત્રીવેદ - શબ્દાદિ વિષયોમાં આસક્તિ, ઇર્ષ્યા, અસત્ય, વક્રતા, પરસ્ત્રીમાં રતિ વગેરે.
પુરુષવેદ - સરળતા, મંદ કષાયો, સ્વસ્રીસંતોષ, ઇર્ષ્યાનો અભાવ વગેરે.
નપુંસકવેદ - તીવ્ર ક્રોધથી પશુઓનો વધ કરવો - મુંડન કરવું, સ્ત્રીપુરુષોની સાથે અનંગસેવા, શીલવ્રતધારીઓની સાથે વ્યભિચાર, વિષયોનો તીવ્ર રાગ વગેરે.
હાસ્યમોહનીય - હસવું, હસાવવું, બહુ બોલવું, મશ્કરી કરવી
વગેરે.
શોકવેદનીય - પોતે શોક કરવો, બીજાને શોક કરાવવો વગેરે. રતિમોહનીય - વિચિત્ર ક્રીડા કરવી, બીજાના ચિત્તનું આવર્જન કરવું, દેશ વગેરે જોવાની ઉત્સુકતા.
અરતિમોહનીય - પ્રીતિનો નાશ કરવો, પાપ કરવાનો સ્વભાવ, ચોરી વગેરે.
] અનંગસેવા – મૈથુન માટેના અંગો સિવાયના હાથ વગેરે અંગોથી કામક્રીડા કરવી, અતિશય કામરાગ ઉત્પન્ન થાય તેવી રીતે કામક્રીડા કરવી.