________________
૨૭૩
કર્મોના વિશેષ આગ્નવો તેમને છુપાવવા, તેમની ઉપર ઈર્ષા કરવી, તેમને અંતરાય કરવો, તેમની આશાતના કરવી, તેમનો નાશ કરવો વગેરે. (સૂત્ર-૬/૧૧)
૨) દર્શનાવરણ - દર્શન, દર્શની, દર્શનના સાધનોની ઉપર દ્વેષ કરવો, તેમને છૂપાવવા, તેમની ઉપર ઈર્ષ્યા કરવી, તેમને અંતરાય કરવો, તેમની આશાતના કરવી, તેમનો નાશ કરવો વગેરે. (સૂત્ર૬/૧૧)
૩) અસતાવેદનીય - સ્વ, પર કે ઉભયને દુ:ખ, શોક, તાપ, આક્રંદન, વધ, પરિદેવન કરવા-કરાવવા વગેરે. (સૂત્ર-૬/૧૨)
દુઃખ - ઇષ્ટનો વિયોગ કે અનિષ્ટનો સંયોગ થવાથી થતી પીડા તે દુઃખ.
શોક - અનુગ્રહ કરનારના સ્નેહનો વિચ્છેદ થવાથી થતી દીનતા તે શોક.
તાપ - પશ્ચાતાપ
આકંદન - પસ્તાવાથી યુક્ત મને આંસુ પાડવા, અંગોનો વિકાર, વિલાપ વગેરેથી વ્યક્ત થાય તે આઝંદન.
વધ - પ્રાણોને પ્રાણીથી જુદા કરવા તે વધ, અથવા ચાબુક વગેરેથી મારવું તે વધ.
પરિદેવન - પોતાનો કે બીજાનો અનુગ્રહ માંગવો તે પરિદેવન.
૪) સાતાવેદનીય - જીવોની અનુકંપા, પાખંડીઓ-શ્રાવકોસાધુઓની અનુકંપા, દાન, સરાગસંયમ, દેશવિરતિ, અકામનિર્જરા, બાલતપ, ક્ષમા, શૌચ (લોભકષાયનો નિગ્રહ) વગેરે. (સૂત્ર-૬/૧૩)
સરાગસંયમ - કષાય સહિતનું સંયમ તે સરાગસંયમ.