________________
૨૬૪
સાંપરાયિક કર્મોના ૩૯ આગ્નવો
સાંપરાયિક કર્મ એટલે સંસારભ્રમણમાં કારણભૂત કર્મ. તે કષાય સહિતના યોગથી બંધાય છે.
ઇર્યાપથ કર્મ સંસારભ્રમણમાં કારણભૂત બનતું નથી. તે બે સમયની સ્થિતિવાળું હોય છે. તે પહેલા સમયે બંધાય છે, બીજા સમયે ભોગવાય છે અને ત્રીજા સમયે આત્મા ઉપરથી છૂટું પડે છે. તે કષાયરહિત યોગથી બંધાય છે. ૦ સાંપરાયિક કર્મોના ૩૯ આસવો - સૂત્ર-૬/૬) ૫ ઈન્દ્રિય - સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય,
શ્રોત્રેન્દ્રિય. તેમનું સ્વરૂપ પૂર્વે (પાના નં. ૬૧-૬૫ ઉપર) બતાવેલ છે. ઇન્દ્રિયોને અનુકૂળ વિષયોમાં રાગ કરવાથી
અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ કરવાથી કર્મો બંધાય છે. ૪ કષાય - ક્રોધ, માન, માયા, લોભ તેમનું સ્વરૂપ આગળ (પાના નં.
૩૨૦ઉપર) બતાવાશે.૪ કષાયો કરવાથી કર્મો બંધાય છે. ૫ અવ્રત - હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ. તેમનું સ્વરૂપ
આગળ (પાના નં. ૨૮૧-૨૮૩ ઉપર) બતાવાશે. પાંચ
અવ્રતોથી કર્મ બંધાય છે. ૨૫ ક્રિયા - (૧) સમ્યક્તક્રિયા - જિન-સિદ્ધ-ગુરુ વગેરેની પૂજા ભક્તિ વૈયાવચ્ચથી
વ્યક્ત થતી, સમ્યક્તની વૃદ્ધિમાં કારણભૂત, સાતાવેદનીયના બંધમાં કારણભૂત, દેવભવની પ્રાપ્તિમાં કારણભૂત એવી શ્રદ્ધા તે
સમ્યક્તક્રિયા. (૨) મિથ્યાત્વક્રિયા - તત્ત્વભૂત પદાર્થોની અશ્રદ્ધા તે મિથ્યાત્વક્રિયા. તે
ત્રણ પ્રકારે છે - ) અભિગૃહીતા - તે ૩૬૩ પાખંડીઓને હોય છે. ૩૬૩