________________
૨૫ ક્રિયા
૨૬૫
પાખંડીઓનું સ્વરૂપ આગળ (પાના નં. ૨૯૫-૨૯૯ ઉપર) બતાવાશે. (ii) અનભિગૃહીતા - જેમણે કોઈ વિશેષ દેવતાને સ્વીકારેલ નથી
એવા જીવોની તત્ત્વભૂત પદાર્થોની અશ્રદ્ધા તે અનભિગૃહીતા મિથ્યાત્વક્રિયા છે. (iii) સંદિગ્ધા - તે ભાવથી જિનપ્રવચનના એક અક્ષરની પણ
અશ્રદ્ધા કરનારને હોય છે. (૩) પ્રયોગક્રિયા - આત્માથી અધિષ્ઠિત એવી કાયાનો વ્યાપાર તે પ્રયોગ.
ત્રણ યોગથી કરાયેલ પુદ્ગલોનું ગ્રહણ તે પ્રયોગક્રિયા. તે દોડવાકૂદવા વગેરે કાયાના વ્યાપારરૂપ છે, હિંસક-કઠોર-અસત્ય વગેરે બોલવારૂપ વચનના વ્યાપારરૂપ છે, દ્રોહ-ઈષ્ય-અભિમાન વગેરે
મનના વ્યાપારરૂપ છે. (૪) સમાદાનક્રિયા - સંયમીની અપૂર્વ અપૂર્વ વિરતિની
અભિમુખતાવાળી ક્રિયા તે સમાદાનક્રિયા, અથવા ઇન્દ્રિયોનો
સર્વથી કે દેશથી ઉપઘાત કરનારી ક્રિયા તે સમાદાનક્રિયા. (૫) ઇર્યાપથક્રિયા - ઈર્યાપથ બંધમાં કારણભૂત ક્રિયા તે ઇર્યાપથક્રિયા. (૬) કાયક્રિયા - તે બે પ્રકારે છે – 4) દુષ્ટ એવા મિથ્યાષ્ટિનો વચન-મનથી નિરપેક્ષ એવો બીજાનો
પરાભવ કરવારૂપ ઉદ્યમ તે કાયક્રિયા. (ii) પ્રમત્તસંયતની કાયાના દુષ્ટપ્રયોગથી થતી ક્રિયા તે કાયક્રિયા. (૭) અધિકરણક્રિયા - બીજાનો ઘાત કરનારા શસ્ત્રો વગેરે અધિકરણોથી
થતી ક્રિયા તે અધિકરણક્રિયા. તે બે પ્રકારે છે(i) નિર્વર્તન અધિકરણક્રિયા - તેના બે પ્રકાર છે –