________________
સંખ્યાતકાળ
૨૩૯
(૧) ભાવથી - ઘડા વગેરેની ઉત્પત્તિ પહેલાનો કાળ. (૨) વિષયથી - ઘડા વગેરેના દર્શન પહેલાનો કાળ. ૩) ભૂતકાળ - તે બે પ્રકારે છે – (૧) ભાવથી – ઘડા વગેરેના નાશ થયા પછીનો કાળ. (૨) વિષયથી - ઘડા વગેરેના દર્શન પછીનો કાળ. ત્રીજી રીતે કાળના ત્રણ વિભાગ છે – ૧) સંખ્યાતકાળ, ૨) અસંખ્યાતકાળ, ૩) અનંતકાળ
૧) સંખ્યાતકાળ- પરમાણુને પોતાના અવગાહનાક્ષેત્રમાંથી પછીના આકાશપ્રદેશમાં જતા જેટલો કાળ થાય તે ૧ સમય. સમય એ નાનામાં નાનો કાળ છે. તેના વિભાગ નથી.
અસંખ્ય સમય = ૧ આવલિકા (અહીં જઘન્ય યુક્ત અસંખ્યાતના સમય પ્રમાણ અસંખ્ય સમય સમજવા.)
૪૪૪૬૬ આવલિકા = ૧ ઉચ્છવાસ ૪૪૪૬ ૪૧૯ આવલિકા = ૧ નિઃશ્વાસ
શારીરિક બળવાળા, પરિપૂર્ણ ઇન્દ્રિયવાળા, નીરોગી, મધ્યમ વયવાળા, માનસિક દુઃખથી પીડિત નહીં થયેલા મનુષ્યના ૧ ઉચ્છવાસ + ૧ નિઃશ્વાસ = ૧ પ્રાણ.
૭ પ્રાણ = ૧ સ્ટોક ૭ સ્તોક = ૧ લવ ૩૮ ૧/૨ લવ = ૧ નાલિકા - ૨ નાલિકા = ૧ મુહૂર્ત
૩૭૩