________________
બંધ થયા પછી પુદ્ગલોનો પરિણામ
૨૨૭
જાય છે. દા.ત. ૩ ગુણવાળા રૂક્ષ પુગલોનો ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલો ૩ ગુણવાળા રૂક્ષ પુગલો થઈ જાય છે. અધિક ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો હીન ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે અધિક ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો હીન ગુણવાળા રૂક્ષ પુગલોને પોતાના રૂપે પરિણમાવે છે. એટલે કે બંધમાં હીન ગુણવાળા રૂક્ષ પુદ્ગલો અધિક ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો બની જાય છે. દા.ત. ૩ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ૧ ગુણવાળા રૂક્ષ પુગલોની સાથે બંધ થાય ત્યારે ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલો ૩ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો બની જાય છે. અધિક ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો હીન ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે અધિક ગુણવાળા રૂક્ષ પુદ્ગલો હીન ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોને પોતાના રૂપે પરિણમાવે છે. એટલે કે બંધમાં હીન ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો અધિક ગુણવાળા રૂક્ષ પુગલો થઈ જાય છે. દા.ત. ૩ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો ૩ ગુણવાળા રૂક્ષ પુદ્ગલો બની જાય છે.
સમાન કે
કયા પુલોનો બંધ થાય અને ન થાય? પુદ્ગલ
| ગુણસમાન કે | બંધ થાય
અસમાન અગુણસમાન | કે ન થાય પાંચગુણ સ્નિગ્ધ તથા | સમાન અગુણસમાન થાય સાતગુણ સ્નિગ્ધ ચારગુણ સ્નિગ્ધ તથા | સમાન અગુણસમાન થાય. દશ ગુણ સ્નિગ્ધ પાંચગુણ રૂક્ષ તથા | સમાન | અગુણસમાન થાય સાતગુણ રૂક્ષ