________________
૨૨૬
બંધ થયા પછી પુગલોનો પરિણામ
ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોની સાથે બંધ ન થાય. ૨ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો ૨ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ ન થાય.
બે કે બેથી અધિક ગુણવાળા સમાન પુદ્ગલોનો બંધ થાય. (સૂત્ર૫/૩૫) એટલે કે ૧ ગુણવાળા સ્નિગ્ધ પુગલોનો ૩ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોની સાથે બંધ થાય. ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો ૩ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ થાય. ૨ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો ૪ ગુણવાળા રૂક્ષ પુગલોની સાથે બંધ થાય.
બંધ થયા પછી પુગલોનો પરિણામ - (સૂત્ર-૫/૩૬) સમાન ગુણવાળા સ્નિગ્ધ પુગલોનો સમાન ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે સ્નિગ્ધ પુદ્ગલો રૂક્ષ પુદ્ગલોને પોતાના રૂપે પરિણાવે અથવા રૂક્ષ પુગલો સ્નિગ્ધ પુગલોને પોતાના રૂપે પરિણાવે છે. એટલે કે બંધમાં રૂક્ષ પુદ્ગલો સ્નિગ્ધ થઈ જાય અથવા સ્નિગ્ધ પુદ્ગલો રૂક્ષ થઈ જાય. દા.ત. ૨ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ૨ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે સ્નિગ્ધ પુદ્ગલો રૂક્ષ પુદ્ગલોને સ્નિગ્ધ બનાવે છે અથવા રૂક્ષ પુદ્ગલો સ્નિગ્ધ પુદ્ગલોને રૂક્ષ બનાવે છે. અધિક ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો હીન ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે અધિક ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો હીન ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોને પોતાના રૂપે પરિણમાવે છે. એટલે કે બંધમાં હીન ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો અધિક ગુણવાળા થઈ જાય છે. દા.ત. ૩ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો ૩ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો થઈ જાય. અધિક ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો હીન ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે અધિક ગુણવાળા રૂક્ષ પુદ્ગલો હીન ગુણવાળા રૂક્ષ પુગલોને પોતાના રૂપે પરિણાવે છે. એટલે કે બંધમાં હીન ગુણવાળા રૂક્ષ પુગલો અધિક ગુણવાળા થઈ