________________
વ્યંતરદેવ પ્રકરણ
વ્યંતરદેવો - રત્નપ્રભા પૃથ્વીની જાડાઈના પહેલા ૧,૦૦૦ યોજનમાં ઉપર-નીચે ૧૦૦-૧૦૦ યોજન છોડી વચ્ચેના ૮૦૦ યોજનમાં વ્યંતર દેવોના નગરો છે. તેઓ પોતાના ભવનોમાં, નગરોમાં અને આવાસોમાં રહે છે, કેમકે તેઓ બાળકની જેમ ચંચળ હોય છે. માટે વિવિધ અંતરવાળા એટલે રહેઠાણવાળા હોવાથી તેઓ વ્યંતર કહેવાય છે. કેટલાક વ્યંતરો ચક્રવર્તી વગેરે મનુષ્યોની પણ દાસની જેમ સેવા કરે છે. તેથી મનુષ્યો કરતાં અંતર વિનાના હોવાથી પણ તેઓ વ્યંતર કહેવાય છે. ભવનપતિ અને મનુષ્ય-તિર્યંચરૂપ બે નિકાયની વચ્ચે રહેલા હોવાથી પણ તેઓ વ્યંતર કહેવાય છે. તેઓ આઠ પ્રકારના છે - (સૂત્ર-૪/૩, ૪/૧૨)
૧) કિન્નર - તેઓ સૌમ્યદર્શનવાળા છે, અધિક રૂપ અને શોભાથી યુક્ત મુખવાળા છે, મુગટધારી છે. તેઓ ૧૦ પ્રકારના છે -
(૧) કિંપુરુષ (૪) કિન્નરોત્તમ (૭) અનિન્દ્રિત (૧૦) રતિશ્રેષ્ઠ (૨) કિંપુરુષોત્તમ (૫) હૃદયંગમ (૮) મનોરમ (૩) કિન્નર
(૬) રૂપશાલી (૯) રતિપ્રિય
૨) કિંપુરુષ - તેઓના સાથળ, બાહુ વધુ શોભાવાળા છે, મુખ વધુ દેદીપ્યમાન છે. તેઓ વિવિધ આભરણથી ભૂષિત છે, વિવિધ માળા અને વિલેપન ધારણ કરે છે. તે ૧૦ પ્રકારના છે
(૭) મરુદેવ (૧૦) યશસ્વાન્
(૧) પુરુષ (૪) પુરુષવૃષભ (૨) સત્પુરુષ (૫) પુરુષોત્તમ (૩) મહાપુરુષ (૬) અતિપુરુષોત્તમ॰ (૯) મરુત્પ્રભ
(૮) મરુત્
D
] પાઠાંતરે અતિપુરુષ.