________________
૧૮૮
- મહોરગ, ગાંધર્વ, યક્ષ ( ૩) મહોરગ - તેઓ મોટા વેગવાળા છે, સૌમ્યદર્શનવાળા છે, મોટા શરીરવાળા છે, વિશાળ અને પુષ્ટ ખભાવાળા અને ગળાવાળા છે, વિવિધ વિલેપન અને આભૂષણવાળા છે. તે ૧૦ પ્રકારના છે –
(૧) ભુજગ (૪) અતિકાય (૭) મહાવેગ (૧૦) ભાવાનું (૨) ભોગશાલી (૫) સ્કંધશાલી (૮) મહેપ્પક્ષ (૩) મહાકાય (૬) મનોરમ (૯) મેરુકાન્ત
૪) ગાંધર્વ - તેઓ ગંભીર, પ્રિયદર્શનવાળા, રૂપાળા, સુંદર મુખવાળા અને આકારવાળા, સુંદર સ્વરવાળા, મુગટવાળા, હારવાળા છે. તે ૧૨ પ્રકારના છે – (૧) હાહા (૪) નારદ (૭) કાદમ્બ (૧૦) વિશ્વાવસુ (૨) હૂહૂ (૫) ઋષિવાદક (૮) મહાકાદમ્બ (૧૧) ગીતરતિ (૩) તુમ્બર (૬) “ભૂતવાદિક (૯) રેવત (૧૨) ગીતયશ
૫) યક્ષ - તેઓ ગંભીર, મોટા પેટવાળા, સુંદર, પ્રિયદર્શનવાળા, માન-ઉન્માન-પ્રમાણથી યુક્ત, દેદીપ્યમાન મુગટવાળા, વિવિધ રત્નોથી વિભૂષિત છે. તેમના હાથ-પગના તળીયા, નખ, તાળવું, જીભ, હોઠ લાલ છે. તે ૧૩ પ્રકારના છે – (૧) પૂર્ણભદ્ર (૫) સુમનોભદ્ર (૯) મનુષ્યયક્ષ (૨) મણિભદ્ર (૬) વ્યતિપાતિકભદ્ર (૧૦) વનાધિપતિ (૩) શ્વેતભદ્ર (૭) સુભદ્ર
(૧૧) વનાહાર (૪) હરિભદ્ર (૮) સર્વતોભદ્રા (૧૨) રૂપયક્ષ
(૧૩) યક્ષોત્તમ A બૃહત્સંગ્રહણિની ગાથા ૫૮ની ટીકામાં આમને ગંધર્વ કહ્યા છે. ® બૃહત્સંગ્રહણિની ગાથા ૫૮ની ટીકામાં આમને ભૂતવાદક કહ્યા છે.
D બૃહત્સંગ્રહણિની ગાથા ૫૮ની ટીકામાં આમને ક્રમશ: વ્યતિપાકભદ્ર, મનુષ્યપક્ષ, ધનાધિપતિ, ધનાહાર કહ્યા છે.