________________
ન મનુષ્ય-તિર્યંચ સ્થિતિ પ્રકરણ :
• સ્થિતિ - સ્થિતિ એટલે કાળ. તે બે પ્રકારે છે - ભવસ્થિતિ અને કાયસ્થિતિ.
૧) ભવસ્થિતિ - એક ભવમાં રહેવાનો કાળ તે ભવસ્થિતિ.
૨) કાયસ્થિતિ - મરીને ફરી તેવા ને તેવા ભવોમાં જનમવાનો કાળ તે કાયસ્થિતિ. મનુષ્યોની ભવસ્થિતિ - (સૂત્ર-૩/૧૭)
મનુષ્ય | જઘન્ય ભવસ્થિતિ | ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ગર્ભજ | અંતર્મુહૂર્ત ૩ પલ્યોપમ
સંમૂચ્છિમ | અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
મનુષ્યોની કાયસ્થિતિ -
| મનુષ્ય | જઘન્ય કાયસ્થિતિ | ઉત્કૃષ્ટ કાયસ્થિતિ | | ગર્ભજ | અંતર્મુહૂર્ત | ૭-૮ ભવ સંમૂચ્છિમ | અંતર્મુહૂર્ત | ૭-૮ ભવ
જ્યારે ૮ ભવ થાય ત્યારે ૭ ભવ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા અને ૮મો ભવ અસંખ્ય વર્ષના આયુષ્યવાળો થાય. આઠ ભવનો કુલ કાળ = ૩ પલ્યોપમ + પૂર્વક્રોડપૃથર્વ વર્ષ. સંમૂચ્છિક મનુષ્યને આઠ ભવનો કુલ કાળ = ૩ પલ્યોપમ + મુહૂર્તપૃથક્ત.