________________
૧૧૮
પરમાધામી દેવોનું ભાવિ જળચર પ્રાણીઓ તે મનુષ્યને કંઈ પણ કરે નહીં. આ અંડગોળીઓના કારણે એ મનુષ્યોને અંડગોલિક મનુષ્યો કહેવાય છે.
હવે આ સંતાપદાયક સ્થળથી ૩૧ યોજન દૂર લવણ સમુદ્રમાં જ રત્નદ્વીપ નામનો દ્વીપ આવેલો છે. અહીં રત્નના વેપારીઓ વસે છે. તેઓને સમુદ્રમાંથી રત્ન પ્રાપ્ત કરવા માટે મગરમચ્છાદિથી રક્ષણ માટે અંડગોલિક પુરુષોની અંડગોળીઓની જરૂર રહે છે, પણ આ અંડગોલિક મનુષ્યો એટલા બધા ક્રૂર છે કે તેઓ તો રત્નદ્વીપના મનુષ્યોને જીવતા જ ચાવી જાય તેવા છે. એટલે આ રત્નદ્વીપના મનુષ્યો અંડગોળીઓ મેળવવા યુક્તિ કરે છે. તેઓ યાંત્રિક ઘંટીઓને મદ્ય-માંસથી લીપે છે. વળી ઘંટીઓ ઉપર મદ્ય-માંસના ઢગલા કરે છે. આ યાંત્રિક ઘંટીઓ તથા મદ્ય-માંસના તુંબડાઓ ભરેલા વહાણો પણ લઈ તેઓ સમુદ્રમાં જાય છે. ત્યાં નજીક જઈને તેઓ આ અંડગોલિક મનુષ્યોને મદ્ય-માંસથી લલચાવે છે. મદ્યમાંસની લાલચથી તેઓ તેમની પાછળ આવતા યાંત્રિક ઘંટીઓમાં આવી જાય છે. બે, ત્રણ દિવસ સુધી તેઓ નિરાંતે માંસ ખાય છે. ત્યાં તો રદ્વીપના શસ્ત્રસજ્જ સુભટો આવીને તે ઘંટીઓને ઘેરી લે છે. તેઓ ઘંટીઓ ચાલુ કરી દે છે. આ અંડગોલિક મનુષ્યો જીવતા આ ઘંટીમાં દળાય છે. એક વર્ષ સુધી સતત દળાતા, ઘોર દુઃખો સહન કરતા વર્ષના અંતે તેઓ મૃત્યુ પામે છે અને લગભગ નરકમાં નારકી તરીકે ઉત્પન્ન થાય છે, કેમકે ઘંટી વચ્ચે દળાતા દુઃખો ભોગવતી વખતે તેઓને ઘોર રૌદ્રધ્યાન હોય છે. જેમ તેઓએ પૂર્વભવમાં બીજા નારકીઓને દુઃખ આપ્યું હતું તેવું દુઃખ તેઓ હવે નારકી થઈને ભોગવે છે.
રત્નદ્વીપના માણસો અંડગોલીક મનુષ્યોના શરીરમાંથી તે અંડગોળીઓ કાઢીને તેમને ચમરી ગાયની પૂંછડીના વાળમાં ગૂંથીને બે કાનમાં બાંધીને સમુદ્રમાં જાય છે. આથી કરચલા, મગરો વગેરે કુર જળચર જીવો તેમને પીડા ઉત્પન્ન કરી શકતા નથી.