________________
પરમાધામી દેવોનું ભાવિ
૧૧૭ ૧૦) વૈક્રિય સિંહ, વાઘ, ચિત્તા, શિયાળ, ગીધ, કાગડા, ઘુવડ,
બાજ વગેરેને વિકર્વીને તેનાથી નારકીને અનેક રીતે હેરાન કરે. ૧૧) તપેલી રેતીમાં નારકીને ઊભા રાખે. ૧૨) નારકીને અસિપત્રવનમાં પ્રવેશ કરાવે. ૧૩) નારકીને વૈતરણી નદીમાં ઉતારે. ૧૪) નારકીઓને પરસ્પર યુદ્ધ કરાવે. ૧૫) નારકીઓને કુંભમાં પકાવે. ૧૬) નારકીને અંગારાથી બાળે. ૧૭) નારકી પાસે ભાર ઉંચકાવે. ૧૮) સોય વગેરેથી નારકીને ખેંચે.
પરમાધામી દેવોનું ભાવિ -
પરમાધામી દેવો અનંત પાપો એકઠા કરીને મૃત્યુ પામીને અંડગોલીક મનુષ્યો (જલચર મનુષ્યો) તરીકે ઉત્પન્ન થાય છે.
જ્યાં સિંધુ નદી લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે ત્યાંથી દક્ષિણ દિશામાં પંચાવન યોજન જતાં સાડા બાર યોજનાનું વેદિકા(કિલ્લા જેવું)થી વીંટળાયેલું એક ભયંકર સંતાપ આપનાર સ્થળ છે. એમાં સુડતાલીસ અતિ અંધકારમય ગુફાઓ છે. પરમાધામી દેવો પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને આ ગુફાઓમાં મનુષ્યપણાને પામે છે.
તેઓ પ્રથમ સંઘયણવાળા, કુર પરાક્રમવાળા, મઘ, માંસ અને સ્ત્રીઓમાં લોલુપી હોય છે. વળી તેઓ ખરાબ વર્ણવાળા, કઠણ સ્પર્શવાળા, ભયંકર દૃષ્ટિવાળા, સાડા બાર હાથ ઊંચાઈવાળા અને સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા હોય છે. તેઓ દુઃખપૂર્વક જીવન જીવનારા હોય છે. તેમના શરીરમાં રહેલી અંડગોળીઓનો પ્રભાવ એવો હોય છે કે તેને પાસે રાખીને કોઈ પણ મનુષ્ય સમુદ્રમાં ઊતરે તો મગરાદિ કુર