________________
૧૧૪
- પરસ્પરોદરિત વેદના (૫) ખંજવાળ - છરીથી ખંજવાળવા છતા મટે નહીં તેવી ખંજવાળ નરકમાં નારકીઓને હોય છે.
(૯) પરવશતા - પરાધીનપણું. નરકમાં પરાધીનપણું પણ પાર વગરનું હોય છે.
(૭) તાવ -જીવનભર અહીંના તાવ કરતા અનંતગુણ તાવ હોય છે. (૮) દાહ - અહીંના દાહ કરતા અનંતગુણ દાહ હોય છે. (૯) ભય - અહીંના ભય કરતા અનંતગુણ ભય હોય છે. (૧૦) શોક - અહીંના શોક કરતા અનંતગુણ શોક હોય છે.
નારકીઓનું વિર્ભાગજ્ઞાન કે અવધિજ્ઞાન પણ તેમના દુઃખનું કારણ બને છે. તેઓ દૂરથી જ પરમાધામી, બીજા નારકીઓ, શસ્ત્ર વગેરે દુઃખના હેતુઓને આવતાં જુએ છે અને ભયથી કંપે છે.
૨) પરસ્પરોટીરિત વેદના- (સૂત્ર-૩/૪) જન્મજાત વૈરવાળા કાગડોઘુવડ, સર્પ-નોળિયો વગેરેની જેમ નારકીઓ એકબીજા ઉપર પ્રહાર કરે છે. જેમ નવા કૂતરાને જોઈ કૂતરો તેની ઉપર પ્રહાર કરે છે, તેમ એક નારકી બીજા નારકી ઉપર પ્રહાર કરે છે. તે પ્રહાર બે રીતે કરે છે -
(૧) શરીરથી - હાથ, પગ, દાંત વગેરેથી.
(૨) શસ્ત્રથી - પૃથ્વીના પરિણામથી જનિત શિલા, કુહાડી, ભાલા, ત્રિશૂલ વગેરેથી. એકબીજા ઉપર પ્રહાર કર્યા પછી કપાયેલા અંગોવાળા, ચીસો પાડતા, ગાઢ વેદનાવાળા તેઓ કતલખાનાના ઢોરની જેમ લોહીના કાદવમાં આળોટે છે.
૩) પરમાધામીકૃત વેદના - (સૂત્ર-૩/૫). પરમાધામીઓ ભવનપતિના અસુરનિકાયની અંતર્ગત એક પ્રકારના