________________
૧૫ પ્રકારના પરમાધામી
૧૧૫
દેવો છે. તેઓ સંક્લિષ્ટ ચિત્તવાળા હોય છે. તેઓ પૂર્વભવમાં અશુભનો અનુબંધ કરાવનારા બાલતપ અને અકામનિર્જરા કરી દેવાયુષ્ય બાંધી પરમાધામી તરીકે ઉત્પન્ન થાય છે. તેઓ પરભવને જોતા નથી. તેઓ નારકીઓને દુઃખ આપીને આનંદ પામે છે. તેઓ એમ માને છે કે જગતમાં આટલું જ સુખ છે. તેઓ ૧૫ પ્રકારના છે. તેમના નામ અને તેમના વડે નારકીઓને કરાતી પીડા આ પ્રમાણે છે –
૧૫ પ્રકારના પરમાધામી -
૧) અંબ – તે નારકીઓને આકાશમાં લઈ જઈને છોડી દે છે. ૨) અંબરીષ - તે હણાયેલા નારકીઓના કાતરથી ટુકડા કરીને તેમને ભઠ્ઠીમાં પકાવવા યોગ્ય કરે છે.
૩)
૪) શબલ તે નારકીઓના આંતરડા, ચરબી, હૃદય, કાળજા વગેરેને ખેંચી કાઢે છે. તેનો વર્ણ કાબરચીતરો હોય છે.
૫)
૬)
૭)
શ્યામ - તે દોરડા, હાથ વગેરેના પ્રહારથી નારકીઓને મારે છે, પાડે છે. તે વર્ણથી શ્યામ હોય છે.
૮)
8
રુદ્ર - તે નારકીઓને શક્તિ, ભાલા વગેરેમાં પરોવે છે.
ઉપરુદ્ર - તે નારકીઓના અંગોપાંગ ભાંગે છે.
કાલ - તે નારકીઓને લોઢી ઉપર રાંધે છે. તેનો વર્ણ કાળો છે.
મહાકાલ - તે ના૨ીઓના શરીરમાંથી માંસના નાના ટુકડા કાપીને તેમને ખવડાવે છે. તેનો વર્ણ અત્યંત કાળો છે.
૯) અસિ— - તે તલવારથી નારકીઓને છેદે છે.
-
] પ્રવચનસારોદ્ધારમાં ૧૮૦મા દ્વારમાં ‘અસિ’ની બદલે ધનુ' નામના પરમાધામી કહ્યા છે. ધનુષ્યમાંથી છોડાયેલા અર્ધચંદ્ર વગેરે બાણો વડે નારકીઓના કાન વગેરેનું છેદન-ભેદન કરે તે ધનુ.