________________
ક્ષેત્રસ્વભાવજનિત વેદના
૧૧૩ રાતે પ્રતિસમય વધુ ને વધુ ઠંડો પવન વાતે છતે જેવુ ઠંડીનું દુઃખ હોય તેના કરતાં અનંતગુણ ઠંડીનું દુઃખ શીતવેદનાવાળી નરકોમાં નારકીઓને હોય છે.
જો તે નારકીને ત્યાંથી ઉપાડીને મહા મહિનાની કડકડતી ઠંડીવાળી રાતે ખુલ્લા આકાશમાં પવન વાતે છતે બરફના મોટા ઢગલા ઉપર મૂકવામાં આવે તો તે ત્યાં સુખ પામે અને ઊંઘી જાય. • નરકમાં વિક્રિયા - (સૂત્ર-૩૩)
નરકમાં વિક્રિયા અત્યંત અશુભ હોય છે. નારકીઓ શુભ વિકુર્વીશું એમ વિચારી વિદુર્વે પણ અત્યંત અશુભ જ વિદુર્વે. દુઃખથી હણાયેલા નારકીઓ દુઃખનો પ્રતિકાર કરવા ઇચ્છે, પણ તેઓ દુઃખના હેતુઓને જ વિદુર્વે. • નરકમાં ત્રણ પ્રકારની વેદના -
૧) ક્ષેત્રસ્વભાવજનિત વેદના - નરકમાં નારકીને દશ પ્રકારની ક્ષેત્રસ્વભાવજનિત વેદના હોય છે -
(૧) શીત - તે પૂર્વે કહી છે. (૨) ઉષ્ણ - તે પૂર્વે કહી છે.
(૩) ભૂખ - નિરંતર જેમાં સૂકુ ઇંધન નંખાઈ રહ્યું છે એવા અગ્નિ જેવા સુધાગ્નિથી પીડાતા નારકીઓ પ્રતિસમય આહાર કરે છે. તેઓ બધા પુદ્ગલોને વાપરે તો ય તૃપ્તિ ન થાય, પણ તેમની ભૂખ વધે. આવા ભૂખના દુઃખથી તેઓ પીડાય છે.
(૪) તરસ - હંમેશા લાગેલી તરસથી સુકાતા કંઠ, હોઠ, તાળવું, જીભવાળા નારકીઓ બધા સમુદ્રોને પી જાય તો પણ તેમને તૃપ્તિ ન થાય, પણ તેમની તરસ વધે. આવા તરસના દુઃખથી નારકીઓ પીડાય છે.