________________
(૭૮)
–
ન જણાતું' વિશેષણ શોભતું નથી. વળી તમે જે “કઈ પણ ઠેકાણે - ઠામુકું ન હાય” એમ કહે છે, એ તો અમારા લાભનું જ છે; કારણ કે—એ હકીક્ત તમે ત્યારે જ કહી શકશો કે જ્યારે તમે પોતે બધાં રથળો જેએલાં હેય-અને જ્યારે બધાં સ્થળોને જોઈને તમે એમ કહેવા આવે ત્યારે તે અમે તમને જ સર્વજ્ઞ કહીએ—એ રીતે પણ તમારા જ કહેવા પ્રમાણે સર્વજ્ઞની સાબિતી મળી આવે છે અર્થાત કઈ સર્વજ્ઞ જણને નથી માટે સર્વજ્ઞ નથી ” એમ કહીને તમે સર્વ - ને નિષેધ કરી શકે તેમ નથી. . જૈમિનિટ–ભાઈ અમે એમ કહીશું કે, “સર્વજ્ઞ થવાનાં કારણો જણાતા નથી” માટે જ કેઈ સર્વજ્ઞ હેઈ શકે નહિ, તે શું વાંધો છે?
જૈન –એ પણ તમારું કહેવું ખોટું છે; કારણ કે જ્ઞાનને અને તેની પ્રગતિને અટકાવનારા કર્મોને નાશ થવો એ સર્વજ્ઞ થવાનું કારણુ છે અને એ કારણ હમેશા હયાત જ છે. એ વિષે અમે વિશેષ વિગતથી હવે પછી કહેવાના છીએ, માટે તમે એમ તે ન જ કહી શકે કે “સર્વજ્ઞ થવાનાં કારણે નથી માટે કોઈ સર્વજ્ઞ હેઈ શકે નહિ.”
જૈમિનિ ––ભાઈ સર્વજ્ઞ થયા પછી એનું જગતમાં શું કામ છે? એને જ પત્તો લાગતો નથી, માટે એવા નકામા સર્વને અમે શા માટે માનીએ?
જૈન--સર્વજ્ઞના કામને પત્તે આપને ન લાગે તે ભલે, પણ અમને તે એના કામને પૂરેપૂરો પત્તો મળે છે અને તે એ કે–સર્વજ્ઞ થયા વિના કે વક્તા પૂરેપૂરું સત્ય બેલી શકતો નથી, વિવાદ વિનાની હકીકતે કહી શકતો નથી અને કોઈ પણ ઝીણી વાતને બરાબર સમજી કે સમજાવી શકતા નથી. આ જાતનાં સર્વરે કરેલાં કામો વર્તમાનમાં પણ વિદ્યમાન હોવાથી સર્વજ્ઞ થયા પછી એનું જગતમાં શું કામ છે ? એમ કહેવા માત્રથી તમો સર્વજ્ઞનો નિષેધ કરી શકે તેમ નથી.