________________
-
-(૭૯ )
જૈમિનિટ–અમને તે સર્વત્તપણાની સાથે નિરંતર રહેતું એવું એક પણ નિશાન નથી જડતું માટે જ અમે એમ કહીએ કે–“સર્વજ્ઞ, નથી” તે એમાં ખોટું શું છે ?
જૈન –ભાઈ, ખૂબી તે એ છે કે જે તમને નથી જડતું એ અમને તો ઝટ જડી જાય છે. સર્વજ્ઞપણું અને બધી ચીજોનો સાક્ષાત્કાર એ બન્ને એક સાથે એક જ ઠેકાણે રહે છે અને બધી ચીજોને સાક્ષાત્કાર–એ સર્વજ્ઞાણુનું મુખ્ય નિશાન છે. “સર્વજ્ઞપણાની નિશાની નથી જડતી ” એમ કહીને સર્વત્તને ન માનવાની ભૂલ આપ ન કરે તો જ ઠીક. એ નિશાનની સાબિતી કરવા માટે આ જાતનું અનુમાન પ્રમાણ પણ મળી આવે છે–જેમ આંખ ઉપરનાં પડળ વિગેરે ખસી ગયા પછી એની જવાની સહજ શક્તિ પ્રગટી નીકળે છે અને તે વડે દરેક જાતનું રૂપ જોઈ શકાય છે તેમ આત્મા ઉપરના કર્મનાં પડળો ખસી ગયા પછી એની જાણવાની સ્વાભાવિક શક્તિ ખીલી નીકળે છે અને તેવડે એ, ચીજ માત્રને જાણી શકે છે–ત્યારે જ એ સર્વજ્ઞ થયે કહેવાય છે. એ રીતે બધી ચીજોના સાક્ષાત્કાર સાથે સર્વજ્ઞપણની ગાંઠ વળગેલી જ છે અને તે એવી કે—કાઈથી તૂટી તૂટે તેમ નથી. એ પ્રકારે આપે જણાવેલી એકે દલીલથી સર્વજ્ઞને નિષેધ થઈ શકે તેમ નથી.
જૈમિનિટ–ભાઈ, તમે એમ કાં કહે? અમને તે એવાં ઘણાંય સર્વજ્ઞનાં વિરોધી સાધને મળ્યાં છે, તેથી જ અમે એને સ્વીકાર કરી શકતા નથી.
જેના–આપને જે જે સાધને સર્વજ્ઞનાં વિરોધી મળ્યાં હોય તે આપે જણાવી દેવા કૃપા કરવી જોઈએ, જેથી અમે એને પણ ખુલાસો કરી દઈએ. અમે તો એ વિષે આપને એમ પૂછીએ છીએ કે જે વિરોધી સાધનો આપને મળ્યાં છે તે શું આપે આખા સંસારમાંથી મેળવ્યાં છે કે અમુક કેઈ ઠેકાણેથી મેળવ્યાં છે ?