________________
(૭૪)
–
હેય તે એ પાણી જ વખત જતાં અગ્નિરૂપે થવું જોઈએ; પરંતુ એમ થતું તે કેએ જાણ્યું નથી. તેથી તમેએ જણાવેલ તરતમતાને એના પ્રકર્ષ સુધી પહોંચવાનો નિયમ બરાબર લાગતું નથી, તે એના ખોટા નિયમથી સર્વાની હયાતીને નિર્ણય કેમ થઈ શકે ? - જૈન –ભાઈ, અમે માનીએ છીએ કે-તમે અમારે અભિપ્રાય સમજ્યા નથી. અમે તે ઉપર એમ કહ્યું છે કે-જે ચીજમાં જે ગુણ. સહજ હેય–સ્વાભાવિક હોય અને તેમાં તરતમતા જણાતી હોય તે તે, કોઈ ને કોઈ વખતે પૂરા પ્રકર્ષને પામે જ. તમે જે ઉકળતા પાણીનું ઉદાહરણ દઈને અમારે એ નિયમ ઓટો પાડ્યો છે તે કાંઈ બરાબર નથી, કારણ કે પાણીમાં જે ગરમીને ગુણ જણાય છે કે, તેને સ્વાભાવિક ગુણ નથી કિંતુ એ તે એમાં અગ્નિના સંબંધથી આવે છે; માટે એ ઉદાહરણને અમારો નિયમ જ લાગુ પડતો નથી, તે પછી અમારો એ નિયમ તમે કઈ રીતે પેટે પાડી શકશે? અમે તો એ એક જ નિયમથી સર્વજ્ઞની સિદ્ધિ કરીએ છીએ અને જણાવીએ છીએ કે-જ્ઞાન ગુણ તે આત્માનો સ્વાભાવિક ગુણ છે અને એ, તેમાં તરતમતાને પામતે પામતે જરૂર એના પ્રકર્ષ સુધી પહોંચી શકે છે અને એ ગુણનો પૂરેપૂરે પ્રક થયે સર્વજ્ઞની સિદ્ધિ થવી કાંઈ મોટી વાત નથી. વળી, તમે જે ઉપર કૂદવાનું ઉદાહરણ આપીને અમારા આ જ નિયમને શિથિલ કરવાને પ્રયાસ કર્યો છે તે પણ બરાબર નથી, કારણ કે–પાણીની ગરમીની જેમ કૂદવું એ કાંઈ મનુષ્યને સ્વાભાવિક ગુણ નથી, માટે એ નિયમ ત્યાં પણ લાગુ થતું નથી.
વળી બીજી અટકળ આ પ્રમાણે છે:
જેમ નજરે દેખાતા વાવ, કૂવા, તળાવ, દરિયે, પર્વત અને નદી વિગેરે પદાર્થો જાણવા યોગ્ય હોવાથી આપણાથી જાણી શકાય છે તેમ આ આખું જગત પણ જાણવા 5 હેવાને લીધે કેનાથી તે જરૂર