________________
– –(૭૩) ભૂત અને ભવિષ્યરૂપ હોવાથી પ્રત્યક્ષરૂપ ન કહેવાય, કિંતુ સ્મરણ વિગેરેની પેઠે પક્ષ જ કહેવાય. અને જે તે, એ બધા પદાર્થોને વર્તમાનરૂપે જાણતા હોય એનું જ્ઞાન ભ્રમવાળું જ ગણાય; કારણ કે ભૂતની અને ભવિષ્યની વસ્તુઓને વર્તમાનરૂપે જાણવી એ જ પેલું ખોટું છે આ પ્રકારે કોઈપણ દલીલ, તર્ક કે પ્રમાણ વડે સર્વજ્ઞની સાબિતી થઈ શકતી જ નથી.
જૈનભાઈ, તમે જે એકલા એકલા અત્યાર સુધી સર્વાની હયાતીને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે તે બધો ય તદ્દન નકામો છે. જુઓ અને ધ્યાન આપે. હવે અમે સર્વજ્ઞની સાબિતી નીચે પ્રમાણે કરીએ છીએ –
તમેએ જે કહ્યું છે કે “સર્વજ્ઞની સાબિતી કરવા માટે એક પણ પ્રમાણ મળતું નથી, પણ તે તમારું કથન સાચું નથી; કારણ કેસર્વજ્ઞાની હયાતીને નક્કી કરવા માટે ફક્ત એક નીચેની અટકળ (અનુમાન) જ પૂરતી છે.
જે જે ગુણમાં તરતમભાવ જણાતે હેય, તે તરતમભાવ ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ વખતે પૂરેપૂરા પ્રકર્ષને પામે છે. જેમકે, પરિમાણમાં એટલે માપમાં તરતમભાવ જણાય છે અર્થાત્ માપ વધારે અને ઓછું થયા કરે છે અને છેવટે એને પૂરેપૂરે પ્રકર્ષ આકાશમાં જણાઈ આવે છે તેમ જ્ઞાનગુણમાં પણ તરતમભાવ જણાય છે અને એ તરતમતા ક્યાંય ને ક્યાંય પૂરેપૂરા પ્રકર્ષને પામે છે એનું જ નામ સર્વજ્ઞ છે. કહે, હવે આ પ્રકારના દૂષણ વિનાના અનુમાનથી સર્વજ્ઞને સાબિત કરતાં શે વધે આવે? * જૈમિનિટ–અમને તે તમારું એ અનુમાન બરાબર લાગતું નથી; કારણ કે-જે એ તમારું અનુમાન બરાબર હોય તો નીચે પ્રમાણે વાંધો આવે છે –જુઓ, ચૂલા ઉપર પાણીને ઉભું કરવા મૂકયું હોય, તે તે ઉકળતા પાણીમાં પણ ગરમીની તરતમતા જણાય છે અને તમારા કહેવા પ્રમાણે જે એ ગરમીની તરતમતા કયારે ને કયારે પૂરેપૂરા પ્રકર્ણને પામતી