________________
(૭૨
-
ફૂદી શકે અર્થાત અભ્યાસ વડે માત્ર મૂળ સ્થિતિમાં કાંઈક સુધારો થાય છે અને એથી વિશેષ કાંઈ થઈ શકતું નથી, તે પછી એ વડે સર્વજ્ઞ થવાની વાત કેમ કહેવાય ? વળી અમે કદાચ તમારા માનની ખાતર કોઈને સર્વજ્ઞ તરીકે માનીએ તો પણ એ સર્વજ્ઞ, આ આખા જગતને શી રીતે જાણી શકે ? શું એ આખા જગતને આવડે શકે? કે બીજા કોઈ ચમત્કારી જ્ઞાનવડે જોઈ શકે?
ઘણું પદાર્થો દૂર અને છૂપા રહેલા હોવાથી માત્ર વડે જ આખું જગત જોઈ શકાય નહિ.
તેમ તેનામાં (સર્વજ્ઞમાં) કોઈ ચમત્કારી જ્ઞાન છે એવી આપણને ખાત્રી થયા વિના એમ કેમ કહેવાય કે–એ ચમત્કારી જ્ઞાનવડે આખા જગતને જુએ છે.
વળી, કદાચ તમો એમ કહે કે–એ સર્વજ્ઞ કેટલુંક તે આંખ વિગેરે ઈદ્રિવડે, કેટલુંક અટકળવડે અને કેટલુંક શાસ્ત્રવડે–એમ કરીને આખા જગતને જાણે છે, તે પછી જગતના બધા ય મનુષ્યો એ જ પ્રકારે આખા જગતને જાણતા હોવાથી એ બધાને શા માટે સર્વજ્ઞા ન કહેવા ?
વળી સંસારને આદિ અને અંત નથી, તેમ તેમાં રહેલા પદાર્થોને પણ અંત નથી તે એ તમારે સર્વજ્ઞ એક એક પદાર્થને જાતે જાતે અનંત કાળ વીત્યા પછી પણ શી રીતે સર્વજ્ઞ થઈ શકશે ?
વળી જ્યારે એ સર્વજ્ઞ વસ્તુમાત્રને જાણકાર થશે ત્યારે તે એણે અશુચિ પદાર્થોના રસને પણ ચાખ્યા હશે, એમ પણ તમારે મેં મરડીને પણ કબૂલ કરવું પડશે.
અમે તે છેવટ એટલું જ પૂછીએ છીએ કે-એ સર્વજ્ઞ ભૂતકાળમાં થઈ ગએલી અને હવે પછી બનવાની વસ્તુઓને કયા આકારે જાણે છે? જો તે, ભૂતરૂપે અને ભવિષ્યરૂપે જાણતા હોય તે પછી એનું જ્ઞાન