________________
માન્યતા પ્રમાણે અમારાં શાસ્ત્ર પણ ઈશ્વરે કરેલાં હોવાથી તમારે તેને સાચાં માનવાં પડશે. આમ માનવાથી સંસારમાં એક પણ શાસ્ત્ર એવું નહિ રહે કે જે ખોટું હોય. વળી, ઈશ્વરે જ બનાવેલું બધું પ્રામાણિક હેવાથી કોઈ વાદી, પ્રતિવાદી પણ ન રહી શકે. એ રીતે ઈશ્વરને જગતના કરનાર કરીકે માનતાં અનેક દૂષણે આવે છે અને કોઈ પણ રીતે એ વાત સાબિત થઈ શકતી નથી, માટે જ અમે ઈશ્વરને કરનાર કે પાળનાર માનતા નથી. અમે તે એને રાગ દ્વેષ વિનાને, સર્વજ્ઞ અને સત્ય તત્વને પ્રકાશક માનીએ છીએ. અને એવા જ એક અને અનેક ઈશ્વરોને અમે દેવ તરીકે પૂજીએ છીએ અને સેવીએ છીએ.
| સર્વ -વાદ. જૈન સંપ્રદાયવાળા પિતાના ઈશ્વરને સર્વજ્ઞ માને છે એટલે ઈશ્વર આ જગતને, ઉપરના જગતને અને નીચેના જગતને જાણે છે–એમ માને છે. ત્યારે જૈમિનિઋષિના મતવાળા કહે છે કે-સંસારને કેાઈ મનુષ્ય સર્વજ્ઞ હેઈ શકતું જ નથી. હવે તેઓ બને એ સર્વત્તવાદનું નિરાકરણ લાવવા નીચે પ્રમાણે ચર્ચા કરે છે –
જૈમિનિ –તમો જેને સર્વજ્ઞ વિગેરે વિશેષણો લગાડે છે એ કેઈ દેવ હોઈ શકતો નથી; કારણ કે–એવા પ્રકારના દેવની સાબિતી કરવા માટે એક પણ પ્રમાણ મળતું નથી.
જૈન –ભાઈ, અમારા ધારવા પ્રમાણે તે દેવની સર્વજ્ઞદશાને સાબિત કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણુ જ પૂરતું છે. દેવની દેધારી દશામાં એનું સર્વજ્ઞપણું આપણું આંખે જોઈ શકાય એવું છે માટે એ જાતની સાબિતી માટે બીજાં પ્રમાણ કે પ્રશ્નની જરૂર જણાતી નથી.
જૈમિનિ –એ તે તમે ખોટું કહે છે. તમે પણ એમ માનો છે કે–વર્તમાન કાળમાં એવો કે દેહધારી નથી કે જે સર્વજ્ઞ હેય. જ્યારે એમ છે ત્યારે આપણી નજરે એની સાબિતી કેમ કરી શકાય?