________________
( ૬૮
–
અને નઠારાં કર્મોને લીધે જગતમાં આથી પણ વધારે વિચિત્રતા આવી શકે છે, માટે જગતની વિચિત્રતાને લીધે ઈશ્વરનું સર્વજ્ઞપણું સાબિત થઈ શકતું નથી. જો એ ખરેખર સર્વજ્ઞ જ હેત તે અમારી જેવા એના કર્તાપણુના નિષેધ કરનારાઓને શા માટે બનાવત? તથા જે અસુરોને તેણે પાછળથી માર્યા છે તેને પણ શા માટે બનાવત? એક મંદ માણસ પણ એમ સમજે છે કે વાવીને તેડી નાખવા કરતાં ન વાવવું જ સારું છે તે પછી બનાવીને મારવા કરતાં એણે અસુરોને શા માટે બનાવ્યા? –ખરી રીતે તે એઓને ન બનાવવામાં જ એનું ડહાપણું હતું. એ રીતે કોઈ પ્રકારે કર્તા-ઈશ્વરનું સર્વજ્ઞપણું સાબિત થઈ શકતું નથી.
વળી, તમે જે ઈશ્વરને “એકજ કહ્યો છે તે પણ ઠીક નથી. જે તમારા મનમાં એ ભય હેય કે ઈશ્વર ઘણું થઈ જાય તે જગતની રચનામાં ઘણો મતભેદ ઊભો થાય અને તેથી તેની સીધી વ્યવસ્થા બરાબર ન જળવાઈ શકે, તે અમારા ધારવા પ્રમાણે તમારી એ કલ્પના બરાબર જણાતી નથી, કારણ કે–મધમાખી જેવું પ્રાણી ટાળે મળીને મધપુડો બનાવે છે છતાં તેમાં વાંધે આવતું નથી. કીડી જેવું પ્રાણુ ટોળે મળીને રાફડો બનાવે છે તેમાં પણ વાંધો આવતો નથી. અને અનેક કારીગરો તથા મજૂર મોટા મોટા મહેલ બાંધે છે તેમાં પણ મતભેદ નડતા નથી તેમ જે ઘણું ઈશ્વર ભેગા થઈને જગત બનાવે છે તેમાં શી રીતે મતભેદ થાય? કે વાંધો આવે? એ ઈશ્વરે તે મધમાખી, કીડી અને મનુષ્ય કરતાં પણ હજારગણું ડાહ્યો છે અને રાગદ્વેષ વિનાના છે તે એઓમાં એક સાથે રહીને કામ કરતાં જરાપણુ વાંધો શી રીતે આવે ?
જે ભાઈ, તમે જગતને કરનાર ઈશ્વર માનતા હો તો તમારે એમ પણ માનવું જોઈએ કે–જે કાંઈ જગતમાં નાનું મોટું છે તે બધું ય ઈશ્વરે બનાવેલું છે. અને તમે એમ માને તે પછી અમારાં શાસ્ત્ર પણ ઇશ્વરે બનાવેલાં છે એમ માનવું જોઈએ. એ રીતે તમારી જ