________________
(૭૦)
વળી, કદાચ તમે કહેશે કે ભૂતકાળમાં ઘણા સર્વજ્ઞ થઈ ચૂક્યા છે. તે ભૂતકાળની વાતને આપણે નજરે જોઈ શકતા નથી, માટે સર્વાની, સાબિતી કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણનું અવલંબન લેવું તત નકામું છે.
જૈન–કદાચ પ્રત્યક્ષ પ્રમાણથી સર્વાની સાબિતી ન થઈ શકતી, હેય તે અમે અનુમાન કરીને પણ એની સાબિતી કરી શકીએ છીએ.
જૈમિનિટ–ભાઈ, એ તો તમે જાણે છે કે, જ્યાં જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ પહોંચી શકે છે ત્યાં જ અનુમાન પ્રમાણુ કામ આપી શકે છે. અહીં તે તમારા જ કહેવા પ્રમાણે સર્વાની હકીકતને સાબિત કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણ શક્તિવાળું નથી, તે પછી તેને આધારે ચાલતું અનુમાન પ્રમાણુ એ જાતની સાબિતી શી રીતે કરે ? અર્થાત અનુમાન પ્રમાણુવડે પણ સર્વજ્ઞની સાબિતી થઈ શકતી નથી. એ જ પ્રકારે સર્વની જે બીજે કે મનુષ્ય હયાત ન હોવાથી એક બીજાની સરખાઈવડે (અર્થાત ઉપમાન પ્રમાણવડે) પણ એની (સર્વની ) સિદ્ધિ થઈ શકતી નથી.
જૈન –આગમ એટલે શાસ્ત્રપ્રમાણવડે તે સર્વજ્ઞની સાબિતી થઈ શકે છે, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે “ઇશ્વર સર્વજ્ઞ હેય છે.”
જૈમિનિટ–ભાઈ, તમારું એ કથન ખોટું છે, કારણ કે તમારા એ આગમો કોણે બનાવ્યા છે એની શી ખબર પડે? કોઈ ધૂતારાએ તે નહિ બનાવ્યા હોય ? તમે એ શાસ્ત્રીને સર્વ બનાવેલાં છે, એમ તો નહિ જ કહી શકે; કારણ કે હજુ સુધી કોઈ સર્વજ્ઞ હોઈ શકે કે નહિ? એ વાતને જ પત્તો નથી.
જૈન–ભાઈ, એવા પણ ઘણા વિષય છે કે જેનું પ્રતિપાદન સર્વજ્ઞ વિના બીજે કંઈ કરી શકે જ નહિ. જેમકે, સૂર્ય ચંદ્રનું જ્ઞાન, તારાનું જ્ઞાન, જ્યોતિષનું શાસ્ત્ર અને ગ્રહણ વિગેરેની માહિતી. આપણે વર્તમાનમાં એ બધાં જ્ઞાનને મેળવી શકીએ છીએ અને એથી જ એમ