________________
અકવા–ભાઈ, જે કાંઈ નજરમાં આવી શકે તેવું હોય તે ગમે તે કારણથી જ ન દેખાતું હોય તો પણ કોઈ ને કોઈ વાર તે દેખાય જ અર્થાત જે વિદ્યા, મંત્ર કે યોગના પ્રભાવથી જે કઈ રોજ ન દેખાતે હેય તે પણ તે કયારે ને કયારે તે દેખાય જ. કોઈ વિદ્યાવાળે, મંત્રવાળો કે ગવાળો એવો નથી કે, જે કદી પણ ભૂતની પેઠે ન દેખાતે હોય. હવે જે ઈશ્વર, કોઈ ચમત્કારના કારણને લીધે જ ન દેખાતું હોય, તો પણ જે તે કરનાર તરીકે હોય તે કયારે ને કયારે તે કોઈને દેખા જ જોઈએ, પરંતુ એ તે કદીયે, ક્યારે અને કેઈને પણ દેખાતે જ નથી તેથી એમ કેમ માની શકાય કે, એ ચમત્કારના કારણથી દેખાતો નથી કે કરનાર તરીકે નથી એટલે દેખાતું નથી.
કવા–ભાઈ ! ત્યારે એ બધું જવા દ્યો, કિંતુ ઈશ્વરમાં એવી કઈ જાતિવિશેષતા છે, કે જેને લઈને તે, આપણી નજરમાં આવી શકો નથી અને છાનેછાને જ જગતને રચી રહ્યો છે? ' ' અવા –ભાઇ, એ તે તમારું કહ્યું તમને જ નડે તેવું છે. અમે ધારીએ છીએ કે તમે “ જાતિવિશેષ” ને અર્થ ભૂલી ગયા જણાઓ છે. તમે જ કહ્યું છે કે-જે ઘણી ચીજોમાં રહે એનું નામ જાતિવિશેષ છે. તમે તો ઈશ્વરને એક જ માને છે અને એના જોટાની બીજી કોઈ ચીજને માનતા નથી તો પછી ઘણું ચીજોમાં રહેનારો જાતિવિશેષ એકલા ઈશ્વરમાં શી રીતે રહી શકે? માટે ઈશ્વરમાં એ કોઈ જાતિવિશેષ હોઈ શકે જ નહિ કે જે વડે તે, કેઈથી પણ જોઈ શકાય નહિ. થયું. હવે કદાચ માત્ર તમારા માનની ખાતર ઈશ્વરને જગતનો રચનાર માનવામાં આવે તે પણ તેમાં બીજા કેટલાક પ્રશ્નો ઉઠે છે. જેમકે; જે તે જગતને ખરેખર રચતે જ હેય તે શું એક માત્ર એની • હયાતીથી જ રચાય છે? વા એના જ્ઞાનીપણને લીધે રચાય છે ? વા એમાં (ઈશ્વરમાં) જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન છે તે વડે જ રચાય છે ?.