________________
(૫૮)
–
વળી બીજું પણ એ કે-ભાઈ, સંસારમાં જેટલી જેટલી ચીજે છે તે કાંદ બધીએ કાઈ બનાવનારે જ બનાવી હોય એવો નિયમ નથી. જુઓને આ નજરોનજરની વાત છે કે—કેટલીક ચીજો એવી છે કે-જેને કઈ પણ કરનારે-બનાવના–ઘડનારે કે વણનારે કરી હેય, બનાવી હોય, ઘડી હોય અને વણું હેય. જેમકે, ચાકડે, લેખણ, ઘડે અને કપડું વિગેરે. અને કેટલીક ચીજો તે એવી છે કે જેને કોઈએ પણ ન બનાવી છે. જેમકે વણખેડેલું ધાન્ય, ઘાસ, વેલાઓ તથા વાવ્યા વિના જ જે કાંઈ ઊગે છે તે બધું. તથા તમોએ માનેલા પરમેશ્વરમાં રહેલી બુદ્ધિ, ઈચ્છા અને પ્રયત્ન વિગેરે. આમ હોવાથી એટલે કે કરનાર વિનાની પણ બનેલી ચીજો મળી આવવાથી બનાવનાર સિવાય કાંઈ બની શકતું જ નથી, એ જાતની અટકળ શી રીતે બંધાય? વા બાંધવી એ વ્યાજબી કેમ ગણાય?
અકર્તાવા–ભાઈ ! તમોએ જે વણખેડેલા ધાન્ય અને વેલાઓ વિગેરેનાં એઠાં લઈને એમ ઠરાવ્યું કે કેટલીક ચીજો એવી છે કે જેને કઈ કરનાર કે બનાવનાર પણ નથી, પરંતુ તે તદ્દન ભૂલભરેલું છે. કારણ કે–તમે જ્યાં કઈ પ્રકારે બનાવનારને જોઈ શકતા નથી ત્યાંની બધી ચીજો ઈશ્વરે જ બનાવેલી માનવાની છે એથી આપ એવાં ઉદાહરણ આપી એમ તે ન જ કહી શકે કે “એવી પણ ચીજો મળી આવે છે કે જેને કોઈ બનાવનાર પણ નથી. અને એમ કહીને કરવાપણને લીધે ઊભી થએલી કરનારની કલ્પનાને આપ જરા પણ મળી પાડી શકે તેમ નથી.
અકવા–ભાઈ ! તમે તે એવું વિચિત્ર કહે છે કે–તમારી કઈ મશ્કરી જ કરે. હજુ તે ઈશ્વરનો કયાંય પત્તો નથી ત્યાં તે તમે તેને જ લાવીને વચ્ચે ઊભો કરો છો, કેમ જાણે તેની સાબિતી જ ન થઈ ગઈ હૈય–જે ચીજને અમારી અને તમારી વચ્ચે વિવાદ ચાલે છે તેને તમે વચ્ચે કેમ લાવી શકે? અમે અને સૌ કોઈ જ્યાં સુધી