________________
બીજી એક પણ નથી. જે તમારા કહેવા પ્રમાણે આ ઠેકાણે અને બીજે ઠેકાણે બધી જાતની સરખામણી કરવામાં આવે તો તે એક પણ વાતને નીવેડો ન આવે અને કયાંય બધી જાતની સરખામણી પણ મળી શકે નહિ; માટે કલમ અને જગત વચ્ચે બધી સરખામણી કરીને તમે જે અમારી કલ્પનાને ધકકે પહોંચાડે છે, તે કાંઈ ઠીક નથી.
- અકર્તાવાભાઈ, તમે કહો છો તે વ્યાજબી, પણ તમારા સ્વાર્થનું કહેતા હોવાથી તેમાં ગેરવ્યાજબી પણ આવી જાય છે. જુઓઅમે એમ તે કહેતા નથી અને કહીએ પણ નહિ કે-જગત અને કલમ વચ્ચે બધી જાતની સરખાઈ હોવી જોઈએ. પરંતુ આટલું તે કહીએ અને કહીશું પણ ખરા કે-એ બંને વચ્ચે રહેલું કરવાપણું–બનાવટપણું–તે એકસરખું જ હોવું જોઈએ. જે તેમ ન હોય તે બનાવટનું એઠું લઈને જગતના કરવાપણુને નક્કી કરી અને તે વડે તેના કરનારબનાવના–ને નક્કી કરવાને વાત કરવી તે ફેકટ છે. ખરી રીતે વિચારતાં જણાય છે કે-કલમ અને જગત વચ્ચે રહેલું એક કરવાપણું પણ સરખું નથી, કારણ કે કલમ અને બીજી ચીજો જે કાંઈ કરી શકાય એવી છે–કરવામાં આવે છે તે બધી કરનાર કેઈ ને કાઈ, દેખી શકાય એ છે. તમે આખા સંસારમાં ફરીને જુઓ કે–એવી એક પણ બનાવટ મળે છે, જેને કરનાર કેઈથી પણ ન દેખાય એવો હેય. આ ઉપરથી તો-કરવાપણને લીધે ફકત દેખી શકાય એવા એ જ કરનારની
અટકળ બાંધી શકાય છે, પણ તમારી પેઠે ન દેખાય એ એ શી રીતે કલ્પાય ? હા, તે પણ કપાય, પણ કયારે ? જ્યારે તમે એકાદ પણ ન એવી ચીજ બતાવે કે જેથી કરનાર કેઈથી પણ ન દેખાય તે હોય.. અમારા ધારવા પ્રમાણે તે ઉપર જણાવેલી રીત મુજબ જગત અને કલમ એ બન્નેની સરખામણી જ ઘટી શકતી નથી, તે તે વડે જગતના બનાવનારની વાત રખડી પડે, એ કાંઈ નવાઈ નથી.