________________
(૫૪
–
પેદા થાય છે તેને કોઈ કર્તા હેય-એમાં કોઇથી ના ન કહેવાય. અને એ જ રીતે જગતના કરનારની અટકળ કરવી ઘણી સુગમ લાગે છે.
અકર્તાવા–ભાઈ, તમારી વાત તો ખરી છે, પણ અમારી સમજ પ્રમાણે જમીન વગેરેને જોઈને “એ કરેલાં છે” એવી કલ્પના કોઈને થતી હોય એમ જણાતું નથી. આ તે તમે મારી મચડીને એ. જાતની અટકળ ઉભી કરેલી છે. જેમ જૂને કૂવો જોઈને કે એક મેટા મહેલને જેને “એ કરેલાં છે” એવી અટકળ બાંધી શકાય છે તેમ જમીન વગેરેને જોઇને એ જાતની મતિ થતી હોય એમ જણાતું નથી, તે પછી જ્યાં એ જાતની મતિ જ થતી નથી ત્યાં તે વડે કરનારને સાબિત કરવાની તે વાત જ શી ?
કથા – ભાઈ ! ઘડીભરને માટે અમે માની લઈએ કે–તમને જમીન વગેરેને જોઈને એવી મતિ ભલે ન થાય, પરંતુ જે પ્રામાણિક જને છે તેઓને તે એવી બુદ્ધિ થવી એ સહજ વાત છે અને એ જ બુદ્ધિવડે કરનારની સાબિતી કરવી એ પણ સહેલ વાત છે.
અકવા–ભાઈ, તમારા કહેવા પ્રમાણે કદાચ પ્રામાણિક મનુબોને જમીન વિગેરેને જોઈને એ કરેલાં છે, એવી બુદ્ધિ પેદા થતી હેય તે ભલે, પરંતુ એને જ એ જાતની બુદ્ધિ પેદા થવાનું કારણ વા નિમિત્ત શું છે? તે અહીં જણાવવું જોઈએ. અમારા ધારવા પ્રમાણે નજરે જોવાથી તે એવી બુદ્ધિ ઊગતી હોય એમ જણાતું નથી. જે તેમ હોય તે સૌને આંખે સરખી જ હોવાથી એમને પણ એવી. મતિ શા માટે ન થાય?
કવા – ભાઈ ! પ્રામાણિક લેકે, અનુમાન વા અટકળ કરીને એ જાતની બુદ્ધિને પેદા કરે છે એથી કદાચ તમને એ વિચાર ન થાયએ સ્વાભાવિક છે. અર્થાત એ જાતને વિચાર ઊગી આવવાનું મૂળ કારણ અનુમાન કે અટકળ જ છે.