________________
(૫૦)
–
કઈવા–ભાઈ, તમે તે અમારાં બધાં લક્ષણોને ખેટાં પાડવા કમૂર કસી જણાય છે અને યુક્તિ ઉપર યુતિ ચલાવ્યું જાઓ છે. થયું. અમારાં એ બધાં લક્ષણે રહ્યાં, પણ “જે ચીજમાં ફેરફાર થયા કરે છે તેને જ અમે બનાવટ માનીએ છીએ ” અને બનાવટનું પણ એ જ લક્ષણ નાકી કરીએ છીએ. જમીન વિગેરેમાં થતે નિત્ય નો ફેરફાર સૌ કોઈ નજરે જુએ છે એથી એને બનાવટ કહેવામાં વાંધો આવે તેમ નથી અને એ ઉપરથી જ એને કઈ બનાવનાર પણ કરી શકે તેમ છે.
અકવા-ભાઈ, તમે તે નવાં નવાં લક્ષણે જ બદલે જાએ છે, તે પણ જે પણ વિનાનાં હોય તે ઠીક, પરંતુ એમ નથી, એ પણ ભૂલવાળાં જ છે. જેમકે, હમણાં તમે ફેરફારને જ બનાવટનું મુખ્ય નિશાન સૂચવ્યું છે, તે અમારી સમજ પ્રમાણે “ઉઠ પાણે પગ ઉપર” જેવું છે. જે ઈશ્વરની વૃત્તિ કે સ્વભાવમાં કોઈ જાતને ફેરફાર ન થતો હોય તે તે એક જ રૂપે રહેલે ઈશ્વર સર્જન, પાલન અને નાશના કામને શી રીતે કરી શકે? અને શી રીતે પહોંચી વળે? સરજ્યા પછી જ્યારે તે પાળવાની વૃત્તિ કરે ત્યારે જ પાળી શકે, અને પાળી રહ્યા પછી જ્યારે તે મારવાની વૃત્તિ કરે ત્યારે જ મારી શકે. આમ વૃત્તિને ફેરફાર થયા વિના એક જ વૃત્તિવાળો કોઈ પણ એક જુદાં જુદાં અને એક બીજાને નહિ મળતાં આવતા કામોને પહોંચી શકે નહિ. હવે જ્યારે તમે સર્જનાર, પાળનાર અને મારનાર એક ઈશ્વરને જ માને છે ત્યારે તમારે પણ ઈશ્વરના સ્વભાવમાં ફેરફાર થયાનું કબૂલ રાખવું પડશે અને તેમ માન્યાથી એ ફેરફારવાળા ઈશ્વરને પણ આ નવું બનાવટનું ધોરણ લાગુ પડશે એથી એને વળી કોઈ બીજો બનાવનાર શોધવો પડશે અને એ રીતે એક પણ બનાવનારનું ઠેકાણું નહિ પડે. એથી ફેરફારના ધેરણવડે બનાવટના સ્વરૂપને નક્કી કરી બનાવનારનું સાધન થઈ શકે એવું જણાતું નથી ત્યાં તે વડે બનાવનારની સિદ્ધિ તે દૂર રહી, કિંતુ તેની વાત પણ શી રીતે થાય ?