________________
માનવી પડશે અથવા ચંચળ ચીજને સ્થિર માનવી પડશે. વળી બીજું એ કે-બીજી બીજી ચીજોની પેઠે “કર્મોનો નાશ થ” એ પણ એક બનાવટ છે અને એ બનાવટને તમારું એ નવું જણાવેલું બનાવટનું ધોરણ લાગુ પડતું નથી; કારણ કે કર્મોને એક વાર તદ્દન નાશ થવો એ એક પ્રકારનો અભાવ છે એટલે એ કઈ ચીજરૂપ નથી તેથી એ અભાવ અને તેનાં કારણે સાથે કોઈ જાતને સંબંધ હોઈ શકે નહિ. સંબંધ તે હયાતી ધરાવતી ચીજને જ હોય, પણ જે કોઈ ચીજરૂપ નથી તેને ન હેય. એ પ્રકારે કારણેની સાથે સંબંધ નહિ ધરાવતા એ કર્મનાશરૂપ અભાવને એ બનાવટનું ધોરણ લાગુ પડતું નથી અને એથી જ એક સરખે પ્રકારે બધી બનાવટોને નહિ લાગુ થતું હોવાથી બનાવટનું આ નવું સ્વરૂપ અધૂરું પણ છે, તો આવા અધૂરા અને દૂષણવાળા ધોરણથી જે કાંઈ સધાય તે સાચું હોઈ શકે નહિ. ' '
- કવા–ચાલે બનાવટનું એ બીજું સ્વરૂપ પણ રહ્યું. અમે તે જેને જેવાથી “એ કરેલું છે” એવો ભાવ પેદા થાય એને જ બને વટ કહીએ છીએ. આ જમીન વિગેરે જેવાથી “એ કરેલાં છે” એવો વિચાર સૌ કોઈને ઊગે છે તેથી એને બનાવનાર કોઈ પણ એક હેય, એ આપોઆપ સાધી શકાય તેવું છે.
અકર્તવા–ભાઈ, ઉપર ટપકે જોતાં તે આ ત્રીજું નવું લક્ષણ બરાબર લાગે છે, પરંતુ જરાક વિશેષ વિચાર કરતાં એ લક્ષણ પણ ઘટે એવું નથી. જુઓ અને ધ્યાન આપે –જે જગ્યાએ આકાશ ન હોય તે જગ્યાએ પણ ખોદવાથી આકાશ (પિલી જગ્યા) થઈ શકે છે અને એ ખેલા ભાગને જેવાથી “એ કરેલું છે ? એવો ભાવ પણ સૌ કોઈને પેદા થાય છે માટે એ નવા લક્ષણને લાગુ પાડતાં તો આ આકાશ, જેને તમે કોઈએ બનાવેલું નથી માનતા અર્થાત અબનાવટી માને છે તેને પણ બનાવટી માનવું પડશે એ કાંઈ નાનું સૂનું દૂષણ નથી.