________________
-( ૫૧ )
કહે, ભાઈ ! હવે તમને લાગતું હશે કે, માત્ર બનાવટ ઉપરથી જ બનાવનારની અટકળ બાંધવી એ કેટલું બધું ઠેકાણું વિનાનું છે અને
બનાવનાર સિવાય એક પણ બતાવટ બની શકતી નથી,’–‘વસ્તુમાત્રને જોતાં જ તેને બનાવનારને પણ ખ્યાલ આવે છે” એવી એવી તદ્દન સીધી અને સાદી વાત કેટલી વાંકી, નબળી અને દલીલ વિનાની લાગે છે; પરંતુ જેમ જેમ તેનું ઊંડું ચિંતન અને વધારે ચર્ચા થાય છે તેમ તેમ તેની પારખ થઈ શકે છે. અહીં આપણે ઉપરની ચર્ચાથી જોઈ રાકયા છીએ કે–જેમ જેમ બનાવટનું સ્વરૂપ વિચારતા ગયા તેમ તેમ તે -નબળું બનતું ગયું અને છેવટે તેનું કાંઈ ઠેકાણું જ ન આવ્યું તે તે વડે બનાવનારને પત્તો ક્યાંથી લાગે ? અને કેમ લાગે? આ પ્રકારે છેટ “જમીન વિગેરેને કેઈએ બતાવ્યાં છે—એ બધાં બનાવટરૂપ છે માટે એ જાતની કલ્પના ખસી પડે તેવી છે માટે ખરી ઠરતી નથી. વળી જે કોઈ ચીજ બનાવટી હોય તે કાંઈ જગતમાં હમેશા ટકતી નથી, પણ ગાયાગાંઠયા દિવસે જ ટકે છે. જે આ જગતને તમે બનાવટી ઠરાવવા ચાહે છે તે ઈશ્વરની પેઠે હમેશાં ટકતું હોવાથી બનાવટી ચીજોમાં કેમ મેળવી શકાય?
કવા —–ભાઈ, તમે તે બેસવાની છટા કરીને અમને મૂંઝવવા ધારો છે, પણ અમે કોઈ મુંઝાઈએ એમ નથી. તમે જે છેવટે કહ્યું કે
જે કઈ ચીજ બનાવવી હોય તે હમેશાં કાંઈ ટકતી નથી” એ વાત તે અમારે પણ કબૂલ છે. પરંતુ એમ કહીને જગતને હમેશાં ટકનારું જણાવ્યું, તે અમને ખોટું જણાય છે કારણ કે-જગત તે હમેશાં ફર્યા કરે છે એટલે ફેરફાર પામ્યા કરે છે–તે કાંઈ હમેશાં એક જ રૂપે રહેતું નથી–તમે જ જુએ છે કે-નિત્ય પ્રતિ કેટલાં જન્મ લે છે, કેટલાં મરી જાય છે, કેટલાં ઝાડ ઊગે છે, કેટલાં કરમાય છે અને એ પ્રમાણે જગતમાં નિત્યે નિત્ય નવું નવું થયા જ કરે છે. એથી કદાચ જગત પ્રવાહ રોજ જણાતું હોય, પરંતુ તેમાં રહેલી દરેકે દરેક ચીજ એક સરખી ન રહેતી