________________
કર્તવા–રાયું. જો બીજું ધણુ બરાબર ન હોય તે ત્રીજું ક્યાં ભાગી ગયું છે? અમે તેને માનીએ છીએ કે–જે રચના અખંડ હેવા છતાં જુદા જુદા ભાગવાળી જણાતી હોય તેનું નામ બનાવટ. લ્યો, હવે કાંઈ વાંધે છે?
અર્જાવા–ભાઈ એ ત્રીજા બેસણુમાં નાનો વાંધો નહિ, પણ મે વાંધે છે. જુઓ, આ આકાશ બધે રહેલું છે, એમ તમે પણ માનો છે અને એને નિત્ય એટલે અબનાવટરૂપ પણ માને છે. અર્થાત્ કોઈએ કરેલું નથી માનતા. હવે જે તમે બનાવટના એ ત્રીજા લક્ષણને માનશો તે એ આકાશને પણ લાગુ પડે છે–આકાશ બધે ય રહેલું છે એથી એ પણ જુદા જુદા ભાગવાળું જણાય એ ચેકની વાત છે. હવે જે જુદા જુદા ભાગવાળી હોય તે જ બનાવટ કહેવાતી હોય તે એમાં આકાસનો પણ સમાસ થઈ જાય છે અને એમ થવાથી તમારે એને બનાવટી માનવું જોઈએ. પરંતુ તમે તે એને એથી ઊલટું માનો છો એટલે બનાવટી ન માનતાં નિત્ય માને છે માટે બનાવટનું ત્રીજું લક્ષણ પણું ઘટી શકે તેવું નથી.
કવા–ભાઈ, હવે અમે બનાવટનું ચોથું સ્વરૂપ સ્વીકારીએ છીએ અને તે આ પ્રમાણે છે –જે રચના જેવાથી જોનારને “એ અવચવવાળી છે” એવો ભાવ પેદા થતા હોય તેને અમે બનાવટ માનીએ છીએ. અમે ધારીએ છીએ કે-હવે આ અમે માનેલા છેલ્લા સ્વરૂપમાં કશો ય વધે જણાતો નથી અને એ દ્વારા કરનાર પુરુષની સાધના તદ્દન સરળતાથી થઈ શકે છે.
અવા–ભાઈ એ તે આપને ભરમ માત્ર છે. જે વાંધો બનાવટના ત્રીજા સ્વરૂપને માનતાં જણાવેલ છે તે જ વાંધે અહીં પણ આવે તેમ છે. જુઓ. જરા વિચારી જુઓ કે, આકાશ તે બધે ય રહેલું છે એથી એને જોઈને એ અવયવવાળું છે' એ ભાસ કોને નહિ થાય?